રાજયમાં ફરી ઠંડીનો ચમકારો જોવા મળશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે,તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો વધારો થવાની પણ શકયતાઓ સેવાઈ રહી છે.મોટા ભાગના જિલ્લાઓમાં તાપમાન વધી શકે છે સાથે સાથે અમદાવાદમાં આજે 15 ડિગ્રી અને ગાંધીનગરમા 14 ડિગ્રી તાપમાન નોંધાયું છે.નલિયામાં સૌથી ઓછું 5.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે.


[[$googlead]]

કોલ્ડવેવની શકયતા નહીવત

રાજયમાં હાલમાં કોલ્ડવેવની શકયતા નહીવત જોવા મળી છે,આગામી સમયમાં પણ રાજયમાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી નથી,રાજયમાં બેઠી ઠંડી રહેશે અને પવનો ફૂંકાશે એટલે ઠંડીનો અહેસાસ જોવા મળશે સાથે સાથે સૌરાષ્ટ્ર અને કચ્છમાં બે દિવસ ભારે ઠંડીની આગાહી કરવામાં આવી છે.વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દૂર થતા ઠંડીમાં વધારો જોવા મળ્યો છે.

[[$alsoread]]

બપોરના સમયે ગરમી પણ પડી શકે છે

ગુજરાતમાં આજે ફરીથી ઠંડીનો ચમકારો વધ્યો છે. બંગાળની ખાડી તરફથી આવતા ભેજવાળા પવન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે. ત્યારે હવામાન વિભાગે ગુરુવારથી ત્રણ દિવસ ગુજરાતનાં અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ અને કરા પડવાની પણ આગાહી આપી છે. આ સાથે ગરમી વધવાની પણ આગાહી કરી છે.હાલ ગુજરાતમાં ઉત્તરથી ઉત્તર પૂર્વની દિશાના પવન ફૂંકાઈ રહ્યા છે. ત્યારે ગુજરાતમાં 24 કલાક શુષ્ક હવામાન રહેશે. જ્યારે બીજાથી પાંચમા દિવસે હળવાથી મધ્યમ વરસાદની સાથે વીજળીના કડાકાનું પૂર્વાનુમાન છે.

 

  • Follow us on: