રાજયભરમા ઠંડીનો વર્તારો યથાવત રહ્યો છે અને આગામી સમયમાં હજી પણ વધારે ઠંડી પડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. નલીયા 9.8 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર બન્યું છે. 


[[$googlead]]

જાણો કયાં કેટલું તાપમાન નોંધાયું

હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો,રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત્ છે. નલિયામાં સૌથી ઓછું 9.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં 14.3, ગાંધીનગરમાં 14.8 ડિગ્રી તો કંડલામાં 11.9 ડિગ્રી, ડીસામાં 12.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજકોટ અને કેશોદમાં 12.7 ડિગ્રી તાપમાન, પોરબંદરમાં 13.2 ડિગ્રી, મહુવામાં 13.9 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરમાં 15 ડિગ્રી તાપમાન નોંધાયું છે. સુરેન્દ્રનગરમાં 14 ડિગ્રી, વડોદરામાં 15.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

[[$alsoread]]

કોલ્ડવેવની શકયતા નહીવત

રાજયમાં હાલમાં કોલ્ડવેવની શકયતા નહીવત જોવા મળી છે,આગામી સમયમાં પણ રાજયમાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી નથી,રાજયમાં બેઠી ઠંડી રહેશે અને પવનો ફૂંકાશે એટલે ઠંડીનો અહેસાસ જોવા મળશે સાથે સાથે સૌરાષ્ટ્ર અને કચ્છમાં બે દિવસ ભારે ઠંડીની આગાહી કરવામાં આવી છે.વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દૂર થતા ઠંડીમાં વધારો જોવા મળ્યો છે.


  • Follow us on: