રાજયમાં ફરી કાતિલ ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે જેમાં હવામાન વિભાગે આગાહી કરી છે કે,રાજયમાં હજી પણ ઠંડીનો ચમકારો રહેશે અને પવન ફૂંકાશે,ઉત્તર-પૂર્વના પવન ફૂંકાતા ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે સાથે સાથે વેસ્ટન ડિસ્ટર્બન્સના કારણે પવન ફૂંકાય છે જેમાં નલિયાનું લઘુતમ તાપમાન 6 ડિગ્રી નોંધાયું છે.
જાણો કેટલું તાપમાન નોંધાયું
હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો અમદાવાદમાં 13.7 ડિગ્રી,અમરેલી 13.8 ડિગ્રી,કંડલામાં 9.5 ડિગ્રી, ડીસામાં 10.7 ડિગ્રી,રાજકોટ10.7 ડિગ્રી, ભુજ11.4 ડિગ્રી,વલ્લભવિદ્યાનગર14.3 ડિગ્રી,કેશોદ11.5 ડિગ્રી,દ્વારકા14.6 ડિગ્રી,પોરબંદર 14 ડિગ્રી, વડોદરા15.8 ડિગ્રી,સુરત18.8 ડિગ્રી,ઓખા 18.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
ઉત્તર-પૂર્વના પવન ફૂંકાતા ઠંડીનો અનુભવ
હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો વેસ્ટન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે જેના કારણે તેજ ગતિએ પવન ફૂંકાય છે અને રાજ્યમાં સૌથી ઓછી નલિયાનું લઘુતમ તાપમાન 6 ડિગ્રી નોંધાયું છે.આવતીકાલ સુધી રાજયમાં વેસ્ટન ડિસ્ટર્બન્સની અસર રહેશે જેના કારણે ગુજરાતભરમાં ઠંડીનો માહોલ હશે અને પવનો પણ ફૂંકાશે.પવન 15 થી 20 કિમીની ઝડપે ફૂંકાઈ રહ્યો છે અને લઘુતમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો જોવા મળ્યો છે.
આ સિઝનની સૌથી વધુ ઠંડી નોંધાવાની શક્યતા
બે દિવસ બાદ ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થવાની શક્યતા છે, જેને પગલે ઠંડીનો પારો 13 ડિગ્રી સુધી ગગડવાની આગાહી કરવામાં આવી છે, જે આ સિઝનની સૌથી વધુ ઠંડી નોંધાઇ શકે એમ છે. કારણ કે, આ સિઝનમાં અત્યાર સુધીમાં લઘુતમ તાપમાન 14 ડિગ્રીના નીચે ગયું નથી.છેલ્લા બે દિવસથી ઉત્તર ભારતમાં બરફ વર્ષા શરૂ થઈ છે, જેને પગલે તાપમાન ફ્રીઝિંગ પોઇંટ પર છે. આ ઉપરાંત સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ઉત્તર-પૂર્વ દિશા તરફથી બર્ફીલા પવનો ફૂંકાવાના શરૂ થતાં અચાનક તાપમાનમાં મોટો ઘટાડો થતો જોવા મળી રહ્યો છે.
બપોરના સમયે ગરમી પણ પડી શકે છે
ગુજરાતમાં આજે ફરીથી ઠંડીનો ચમકારો વધ્યો છે. બંગાળની ખાડી તરફથી આવતા ભેજવાળા પવન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે. ત્યારે હવામાન વિભાગે ગુરુવારથી ત્રણ દિવસ ગુજરાતનાં અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ અને કરા પડવાની પણ આગાહી આપી છે. આ સાથે ગરમી વધવાની પણ આગાહી કરી છે.હાલ ગુજરાતમાં ઉત્તરથી ઉત્તર પૂર્વની દિશાના પવન ફૂંકાઈ રહ્યા છે. ત્યારે ગુજરાતમાં 24 કલાક શુષ્ક હવામાન રહેશે. જ્યારે બીજાથી પાંચમા દિવસે હળવાથી મધ્યમ વરસાદની સાથે વીજળીના કડાકાનું પૂર્વાનુમાન છે.









