રાજયમાં ફરી ઠંડીનો ચમકારો જોવા મળશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે,આજે રાજયમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે.નલિયા 4.2 ડિગ્રી તાપમાન સાથે સૌથી ઠંડુગાર શહેર બન્યું છે,વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દૂર થતા ઠંડીમાં વધારો જોવા મળ્યો છે.મોટાભાગના જિલ્લામાં તાપમાન 2-3 ડિગ્રી ઘટયું છે,તો બીજી તરફ 4 જિલ્લાઓમાં તાપમાન 10 ડિગ્રીથી નીચું નોંધાયું છે.


[[$googlead]]

જાણો કયાં કેટલું તાપમાન નોંધાયું

હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો કેશોદમાં 9.7 ડિગ્રી, ભુજમાં 9.8 ડિગ્રી,રાજકોટમાં 9.9 ડિગ્રી, કંડલામાં 10.6 ડિગ્રી,ગાંધીનગરમાં 16 ડિગ્રી,અમદાવાદમાં 16.5 ડિગ્રી,પોરબંદરમાં 11.4 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 13 ડિગ્રી,અમરેલીમાં 12.0 ડિગ્રી, ડીસામાં 13.8 ડિગ્રી,દ્વારકામાં 14.6 ડિગ્રી, વેરાવળમાં 15 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

[[$alsoread]]

કમોસમી વરસાદની આગાહી

રાજ્યમાં 24 કલાક માટે કમોસમી માવઠાની આગાહી કરવામાં આવી છે.સાથે સાથે 30 થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે તેવી પણ આગાહી કરવામાં આવી છે.વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ,નર્મદા, સુરત, ડાંગ, નવસારી,વલસાડ, તાપી, અમદાવાદ,ગાંધીનગર, બનાસકાંઠા,સાબરકાંઠા, પાટણ, મહેસાણા,ખેડા, આણંદ, અરવલ્લી,પંચમહાલ, દાહોદ, મહીસાગર,દમણ, દાદરનાગર હવેલીમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.સાયકોનિક સર્ક્યુલેશન અને ટ્રક પસાર થતો હોવાથી વરસાદ રહેશે તેવી આગાહી કરાઈ છે.

બપોરના સમયે ગરમી પણ પડી શકે છે

ગુજરાતમાં આજે ફરીથી ઠંડીનો ચમકારો વધ્યો છે. બંગાળની ખાડી તરફથી આવતા ભેજવાળા પવન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે. ત્યારે હવામાન વિભાગે ગુરુવારથી ત્રણ દિવસ ગુજરાતનાં અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ અને કરા પડવાની પણ આગાહી આપી છે. આ સાથે ગરમી વધવાની પણ આગાહી કરી છે.હાલ ગુજરાતમાં ઉત્તરથી ઉત્તર પૂર્વની દિશાના પવન ફૂંકાઈ રહ્યા છે. ત્યારે ગુજરાતમાં 24 કલાક શુષ્ક હવામાન રહેશે. જ્યારે બીજાથી પાંચમા દિવસે હળવાથી મધ્યમ વરસાદની સાથે વીજળીના કડાકાનું પૂર્વાનુમાન છે.

 

  • Follow us on: