ઠંડીને લઇને હવામાન વિભાગે આગાહી કરી છે જેમાં રાજયમાં ફરીથી ઠંડીનો રાઉન્ડ શરૂ થશે સાથે સાતે 24 કલાક બાદ ઠંડીનું જોર વધશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે,લઘુતમ તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટી શકે તેવી આગાહી કરવામાં આવી છે.મહત્વનું છે કે,રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે અને સર્ક્યુલેશનથી વાદળછાયું વાતાવરણ રહી શકે છે ગુજરાતમાં તેવી આગાહી કરવામાં આવી છે.
24 કલાક બાદ ઠંડીનું વધશે જોર
હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો લઘુતમ તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટશે જેના કારણે ઠંડીનું જોર વધશે સાથે સાથે નલિયામાં 9 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે,રાજ્યના હવામાન વિભાગનું અનુમાન છે કે,અમદાવાદ 14 થી 15 ડિગ્રી અને ગાંધીનગર 13 થી 14 ડિગ્રી તાપમાન જઈ શકે છે.
ઉત્તર-પૂર્વના પવન ફૂંકાતા ઠંડીનો અનુભવ
હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો વેસ્ટન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે જેના કારણે તેજ ગતિએ પવન ફૂંકાય છે અને રાજ્યમાં સૌથી ઓછી નલિયાનું લઘુતમ તાપમાન 6 ડિગ્રી નોંધાયું છે.આવતીકાલ સુધી રાજયમાં વેસ્ટન ડિસ્ટર્બન્સની અસર રહેશે જેના કારણે ગુજરાતભરમાં ઠંડીનો માહોલ હશે અને પવનો પણ ફૂંકાશે.પવન 15 થી 20 કિમીની ઝડપે ફૂંકાઈ રહ્યો છે અને લઘુતમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો જોવા મળ્યો છે.
આ સિઝનની સૌથી વધુ ઠંડી નોંધાવાની શક્યતા
બે દિવસ બાદ ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થવાની શક્યતા છે, જેને પગલે ઠંડીનો પારો 13 ડિગ્રી સુધી ગગડવાની આગાહી કરવામાં આવી છે, જે આ સિઝનની સૌથી વધુ ઠંડી નોંધાઇ શકે એમ છે. કારણ કે, આ સિઝનમાં અત્યાર સુધીમાં લઘુતમ તાપમાન 14 ડિગ્રીના નીચે ગયું નથી.છેલ્લા બે દિવસથી ઉત્તર ભારતમાં બરફ વર્ષા શરૂ થઈ છે, જેને પગલે તાપમાન ફ્રીઝિંગ પોઇંટ પર છે. આ ઉપરાંત સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ઉત્તર-પૂર્વ દિશા તરફથી બર્ફીલા પવનો ફૂંકાવાના શરૂ થતાં અચાનક તાપમાનમાં મોટો ઘટાડો થતો જોવા મળી રહ્યો છે.
બપોરના સમયે ગરમી પણ પડી શકે છે
ગુજરાતમાં ફરીથી ઠંડીનો ચમકારો વધશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. બંગાળની ખાડી તરફથી આવતા ભેજવાળા પવન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે. ત્યારે હવામાન વિભાગે ગુરુવારથી ત્રણ દિવસ ગુજરાતનાં અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ અને કરા પડવાની પણ આગાહી આપી છે. આ સાથે ગરમી વધવાની પણ આગાહી કરી છે.હાલ ગુજરાતમાં ઉત્તરથી ઉત્તર પૂર્વની દિશાના પવન ફૂંકાઈ રહ્યા છે. ત્યારે ગુજરાતમાં 24 કલાક શુષ્ક હવામાન રહેશે.









