ગુજરાતમાં માર્ચ મહિનામાં જ મે મહિના જેવી ગરમી જોવા મળી. માર્ચ મહિનાની શરૂઆતમાં જ તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર થતાં લોકો ગરમીમાં શેકાવા તૈયાર થઈ જાઓ. રાજયમાં કાળઝાળ ગરમીને લઈને હવામાન વિભાગે સિવિયર હિટ વેવ ના કારણે અપાયું રેડ એલર્ટ જારી કર્યું. આજે અમદાવાદ સહિત 9 જિલ્લાઓમાં ગરમીનો પ્રકોપ જોવા મળશે.


[[$googlead]]

તાપમાનમાં થયો વધારો

હવામાન વિભાગના જણાવ્યા મુજબ હાલમાં માર્ચ મહિનાની શરૂઆતમાં રાજયનું સરેરાશ તાપમાન 40 ડિગ્રીએ પંહોચ્યું છે. સામાન્ય રીતે એપ્રિલ અને મે માં ગરમીનો પારો 40 અને 45 ડિગ્રીની આસપાસ જોવા મળે છે. જયારે માર્ચ મહિનાથી તાપમાન 40 ડિગ્રીએ પંહોચતા આગામી દિવસોમાં કાળઝાળ ગરમીના એંધાણ જોવા મળે છે. આ સપ્તાહમાં અનેક વિસ્તારોમાં સિવિયર હિટ વેવ ના કારણે IMDએ રેડ એલર્ટ આપ્યું છે. અમદાવાદમાં કાળઝાળ ગરમીએ માઝા મૂકતા લોકોનો ઘરો અને ઓફિસમાં A.C. ઓન થઈ ગયા છે. ગત સપ્તાહે ઠંડા પવનો અને વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. ત્યારે આ સપ્તાહના આરંભમાં જ હવામાનમાં પલટો આવ્યો અને ગરમીનો પારો 40 ડિગ્રી એ પંહોચ્યો. અને સપ્તાહના અંત સુધીમાં તાપમાન 42 ડિગ્રીએ પંહોચવાનું અનુમાન છે.

[[$alsoread]]

હવામાન વિભાગે જારી કર્યું રેડ એલર્ટ

રાજ્યના મોટાભાગના જિલ્લાઓના તાપમાનમાં વધારો જોવા મળ્યો. આ વિસ્તારોમાં હવામાન વિભાગે રેડ એલર્ટ જારી કર્યું. રાજ્યમાં કચ્છ,ગાંધીનગર, જુનાગઢ, પોરબંદર, મોરબી, રાજકોટ અને સુરતમાં ગરમીનો પ્રકોપ જોવા મળશે. ભુજમાં સૌથી વધુ 42 ડિગ્રી તાપમાન નોંધાયું. જ્યારે અમદાવાદમાં 40.4, ગાંધીનગરમાં 40.4 ડિગ્રી, ડીસા 39.1 ડિગ્રી,વલ્લભ વિદ્યાનગર 40.9 ડિગ્રી, વડોદરા 39.8 ડિગ્રી, સુરત 41.8 ડિગ્રી, અમરેલી 40.0 ડિગ્રી,ભાવનગર 39.2 ડિગ્રી, દ્વારકા 33.6 ડિગ્રી , ઓખા 31.0 ડિગ્રી, પોરબંદર 39.2 ડિગ્રી , વેરાવળ 36.9 ડિગ્રી, નલિયામાં 40.2 ડિગ્રી , સુરેન્દ્રનગર 41.7 ડિગ્રી, મહુવા 40.4 ડિગ્રી , કેશોદ 40.8 ડિગ્રી, રાજકોટમાં 41.7 અને કંડલા 39.6 ડિગ્રી તાપમાન નોંધાયું. 

નિષ્ણાત તબીબોની મહત્વની સલાહ

રાજ્યમાં તાપમાન ગરમીનો પ્રકોપના પગલે ડીહાઇડ્રેશનની સમસ્યા વધારે રહે છે. નિષ્ણાત તબીબે ગરમીને લઈને લોકોને સલાહ આપી.  તબીબનું કહેવું છે કે વધતા તાપમાનથી બોડી ઓક્સપોઝર વધે છે એટલે દિવસ દરમ્યાન શોષ ના પડે માટે 15 ગ્લાસથી વધુ પાણી પીવાની  સલાહ આપી છે. તેમજ ઘર બહાર નીકળતા પહેલા પાણી જરૂર પીવાનું સૂચન કર્યું છે.  ગરમીમાં ચક્કર આવવા જેવી સ્થિતિ ટાળવા શરીરમાં સોડિયમ લેવલ જળવાવું જરુરી છે. અને એટલે જ લીંબુ પાણી, ખાંડ-મીઠાવાળુ પાણી પીવું જોઇએ.  લોકોએ ભૂખ્યા પેટે દોડાદોડી ન કરવી જોઇએ. છાશ અને લીબું પાણીનું સેવન કરવું જોઇએ. કોલ્ડ ડ્રીંક્સ પિવાનું ટાળવું જોઇએ. કોલ્ડ ડ્રીંક્સથી ગળુ સુકાઇ જાય અને વધુ તરસ લાગે છે. બિન જરુરી ઘરની બહાર જવાનું ટાળવું જોઇએ.

  • Follow us on: