• બનાસકાંઠા, ગાંધીનગર, ભાવનગરમાં હીટવેવ રહેશે
  • અમરેલી, રાજકોટ, અમદાવાદમાં હીટવેવ રહેશે
  • અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન 44 ડિગ્રી તાપમના રહેશે

ગુજરાતમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે,તેની વચ્ચે હવામાન વિભાગ દ્રારા આગાહી કરવામાં આવી છે.બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં ઓરેન્જ એલર્ટ,ગાંધીનગર, અમદાવાદ, આણંદમાં ઓરેન્જ એલર્ટ,સુરત, ભાવનગર, રાજકોટમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે,તો સૌરાષ્ટ્રના વિસ્તારમાં ગરમીનો પ્રકોપ વધશે તેવી આગાહી કરાઈ છે.

જાણો કયાં અપાયું ઓરેન્જ એલર્ટ

[[$googlead]]

અમરેલી, જૂનાગઢ, પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ,કચ્છ અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ,અમરેલી અને સાબરકાંઠામાં યલો એલર્ટ અપાયું છે.બીજી તરફ અમદાવાદનું તાપમાન 45 ડિગ્રીએ પહોંચ્યું છે,સૌથી વધુ તાપમાન ડીસામાં 45.3 ડિગ્રી નોંધાયું છે,બનાસકાંઠા, સાબરકાંઠા, વલસાડ, આણંદ, સુરત,સુરેન્દ્રનગર, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ,ભાવનગર, પોરબંદરમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે.

[[$alsoread]]

અમદાવાદમાં રાત્રી દરમિયાન ગરમી રહેશે

અમદાવાદમાં રાત્રી દરમિયાન પણ તાપમાન વધશે,બે દિવસ જિલ્લાઓમાં રાત્રે પણ ગરમીની અસર રહેશે.આજે પણ કેટલાક જિલ્લાઓમાં યલો એલર્ટ તો કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે.આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, સુરત, ભાવનગર, રાજકોટ, અમરેલી, જૂનાગઢ, પોરબંદર, કચ્છ અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે.

ઓરેન્જ એલર્ટની સાથે હીટવેવની શક્યતા

હવામાન વિભાગની આગાહી અનુસાર ગઈકાલે રાજ્યનાં 8 શહેરોમાં હીટવેવની અસર રહી હતી. જ્યારે જૂનાગઢના કેશોદમાં સિવિયર હીટવેવની અસર રહી હતી. હવામાન વિભાગે અગાઉ કરેલી આગાહી અનુસાર હજુ પણ આગામી 4 દિવસ વિવિધ જિલ્લાઓમાં હીટવેવની અસર રહેશે. ત્યારે ગઈકાલે ભાવનગર, પોરબંદર, સુરેન્દ્રનગર તેમજ ભાવનગરના મહુવામાં તથા આણંદમાં, બનાસકાંઠાના ડીસામાં, દક્ષિણ ગુજરાતમાં સુરત અને વલસાડમાં હીટવેવની અસર રહી હતી. આજે પણ આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટની સાથે હીટવેવની શક્યતાઓ છે.

સુરતમાં 40, વડોદરામાં 19, રાજકોટમાં 18 કોલ્સ 108ને મળ્યા

ગરમીને કારણે સુરતમાં 40, વડોદરામાં 19, રાજકોટમાં 18 કોલ્સ 108ને મળ્યા છે. તેમજ નવસારીમાં 34, છોટાઉદેપુરમાં 27 કોલ્સ મળ્યા છે. રાજ્યભરમાં કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે હૃદય રોગના હુમલાની ઘટનાઓમાં પણ વધી રહી છે. જેમાં રાજકોટમાં વધુ ત્રણ વ્યક્તિઓને હાર્ટ એટેક આવ્યો છે. તેમાં હાર્ટ એટેકના હુમલાથી મોત નીપજતા તેમના પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. રાજકોટમાં સંત કબીર રોડ ઉપર આવેલી ભગીરથ સોસાયટીમાં રહેતા ગાયક કલાકાર ભરતભાઈ ચીમનભાઈ ત્રિવેદી નામના 52 વર્ષના આધેડ રાત્રીના અઢી વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતા ત્યારે તેમને હાર્ટ એટેક આવતા બેભાન હાલતમાં ઢળી પડ્યા હતા. તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા.

 

  • Follow us on: