હવામાન વિભાગે વરસાદને લઈ મોટી આગાહી કરી છે,નવરાત્રિમાં ખેલૈયાઓના રંગમાં વરસાદ ભંગ પાડી શકે છે,રાજ્યના કેટલાક ભાગોમાં 4 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે.દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.નવસારી સુધી ચોમાસું રહેતા વરસાદની સંભાવના સેવાઈ રહી છે.આજે નવસારી, ડાંગમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.
જાણો આજે કયાં અપાઈ વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો આજે ગીરસોમનાથ,ભાવનગર,અમરેલી, સુરત, ડાંગ,તાપી, વલસાડ, નવસારી,દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેમજ અમદાવાદ અને ગાંધીનગરમાં છૂટોછવાયો વરસાદ વરસી શકે છે.તેમજ રાજ્યમાં 3 દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે અને 3 દિવસ બાદ તાપમાનમાં થશે વધારો.
ફરીથી વરસાદની કરાઈ આગાહી
ગુજરાતમાંથી હજી વરસાદ ગયો નહી,હજી પણ વરસાદ વરસવાની હવામાન વિભાગે આગાહી કરી છે,ગીર સોમનાથ, સુરત, નર્મદા,તાપી, ડાંગ, વલસાડ. નવસારી,દમણ, દાદરાનગર હવેલીમાં ગાજવીજ સાથે છૂટોછવાયો વરસાદ પડી શકે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે.નવરાત્રિના અંતિમ દિવસોમાં ખેલૈયાઓના રંગમાં ભંગ પડી શકે તેમ છે.અરબી સમુદ્રમાં લોપ્રેશર સક્રિય થતા વરસાદ પડવાની આગાહી કરાઈ છે.10મી ઓકટોબરે અમરેલી અને ભાવનગરમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે.
ઉત્તર-પૂર્વીય પવનોને લીધે મહત્તમ તાપમાનમા થશે વધારો
હાલમાં રાજયમાં ઉત્તર-પૂર્વીય પવનો ફૂંકાઈ રહ્યાં છે જેના કારણે ગરમી અને ઉકળાટ રહે છે,આવું વાતાવરણ આગામી સાત દિવસ સુધી રહી શકે છે.ગાંધીનગર સહિત 35થી 36 ડિગ્રી તાપમાન નોંધાઈ શકે છે.તો અગામી દિવસોમાં તાપમાનનો પારો વધવાની આગાહી કરવામાં આવી છે,બપોરના સમયે રાજયમાં ઉકળાટ રહેશે.
સાયક્લોન ચક્રવાતમાં રૂપાંતર થઈ શકે છે : અંબાલાલ પટેલ
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે સાયકલોન ચક્રવાતમાં રૂંપાતર થઈ શકે છે સાથે સાથે આ ચક્રવાતની સૌથી મોટી અસર સૌરાષ્ટ્ર વિસ્તારમાં જોવા મળશે,પહેલા નોરતે રાજ્યમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે.બીજા નોરતેથી ચોથા નોરતા સુધી રાજ્યમાં ઉઘાડ નીકળશે.સાથે સાથે મધ્ય ગુજરાતના અમુક ભાગોમાં ભારે વરસાદી ઝાપટાની આગાહી કરી છે.હસ્ત નક્ષત્રમાં ગાજવીજ સાથે વરસાદ થતો હોય છે.









