રાજયમાં ઠંડી વચ્ચે માવઠાની આગાહી કરવામાં આવી છે,27 અને 28 ડિસેમ્બરે રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે,રાજયમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે,ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી કરવામાં આવી છે.27 ડિસેમ્બરે કચ્છ અને મોરબીમાં માવઠાની આગાહી કરવામાં આવી છે.જામનગર, દ્વારકા, પોરબંદરમાં માવઠાની આગાહી કરવામાં આવી છે સાથે સાથે બનાસકાંઠા, સાબરકાંઠામાં માવઠાની આગાહી કરાઈ છે.


[[$googlead]]

જાણો કયા પડી શકે છે કમોસમી વરસાદ

હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો છોટાઉદેપુર, નર્મદા,પાટણ, મહેસાણા, અરવલ્લી,મહીસાગર, પંચમહાલ, દાહોદમાં માવઠાની આગાહી કરવામાં આવી છે,વેસ્ટન ડિસ્ટર્બનની અસર જોવા મળી છે જેના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે સાથે વાદળછાયું વાતાવરણ પણ રહી શકે છે.

[[$alsoread]]

રાજ્યમાં ઠંડીમાં થયો આંશિક ઘટાડો

મોટાભાગ જિલ્લામાં તાપમાન 2-3 ડિગ્રી ઉંચકાયું છે,નલિયા 7.2 ડિગ્રી તાપમાન સાથે ઠંડુગાર શહેર બન્યું છે.સુરેન્દ્રનગર અને રાજકોટમાં 13 ડિગ્રી,મહુવામાં 13.5 ડિગ્રી, કેશોદમાં 13.9 ડિગ્રી,પોરબંદરમાં 14.4 ડિગ્રી, અમરેલીમાં 14.8 ડિગ્રી,ગાંધીનગરમાં 16.4 ડિગ્રી, અમદાવાદમાં 17.6 ડિગ્રી,ડીસામાં 16.1 ડિગ્રી, વેરાવળમાં 16.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

આગામી બે દિવસ ઠંડી યથાવત રહેવાની આગાહી

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણ બંગાળની ખાડીના મધ્ય ભાગોમાં લો પ્રેશરનું ક્ષેત્ર રચાયું છે. આગામી બે દિવસમાં આ બાબત વધુ સ્પષ્ટ થશે. આ પછી તે પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ તમિલનાડુના તટ તરફ આગળ વધે તેવી શક્યતા છે. તમિલનાડુના દરિયાકાંઠે ભારે પવન ફૂંકાશે અને આસપાસના જિલ્લાઓમાં ભારે વરસાદ પડશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મધ્ય અને ઉપલા ટ્રોપોસ્ફિયરમાંથી ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે.

ભારતમાં ઠંડીની જામી લહેર

ભારતીય હવામાન વિભાગે આગાહીમાં જણાવ્યું કે, આગામી દિવસોમાં ઠંડી વધી શકે છે. દેશના મોટા ભાગના ભાગોમાં શિયાળા દરમિયાન સામાન્ય તાપમાન કરતાં વધુ નોંધાય તેવી શક્યતા છે ઓછા શીત લહેર દિવસો: ઉત્તર-પશ્ચિમ, મધ્ય અને ઉત્તર-પૂર્વ ભારતમાં ઓછા શીત લહેર દિવસો રહેશે. દક્ષિણ ભારતમાં ઠંડી વધી શકે છે. દક્ષિણ દ્વીપકલ્પ ભારતમાં તાપમાન સામાન્ય કરતાં ઓછું રહી શકે છે.ઉત્તરથી લઈને દક્ષિણ સુધી ચારેતરફ તીવ્ર ઠંડીનું મોજું ફરી ગયું છે. હિમાચલમાં હિમવર્ષાને કારણે ઠંડીનું મોજું વધ્યું છે. ડિસેમ્બરના આગમનની સાથે જ ઠંડીએ પણ પોતાના રંગ બતાવવાનું શરૂ કરી દીધું છે. પરંતું ડિસેમ્બરના આગામી દિવસો આના કરતા વધુ ભયાનક જશે તેવી આગાહી આવી ગઈ છે. હવામાન વિભાગે ઠંડીની નવી આગાહીને લઈને મોટું એલર્ટ આપ્યું છે.

 

  • Follow us on: