વાતાવરણ અંગે હવામાન વિભાગે આગાહી કરી છે જેમાં આગામી 24 કલાક માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી રહી છે,જેમાં 45-55 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા માછીમારોને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે,પ્રેસરગ્રેડિયન્ટ વધતા હવામાન વિભાગે આપ્યું છે એલર્ટ તો બીજી તરફ ઉત્તર પૂર્વથી પૂર્વ પવન રહેતા ઠંડીમાં ઘટાડો થશે સાથે સાથે નલિયામાં 7.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે.


[[$googlead]]

જાણો કયાં કેટલું તાપમાન નોંધાયું

હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો અમદાવાદમાં 15 ડિગ્રી, ગાંધીનગરમાં 14.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે,આગામી 24 કલાકમાં અમદાવાદનું તાપમાન વધી શકે છે,અમદાવાદનું તાપમાન વધીને 16 ડિગ્રી રહેવાની શક્યતાઓ સેવાઈ રહી છે.દરિયા કિનારે 45 થી 55 km/hની ઝડપે પવન ફૂંકાવાની શકયતાઓ રહેલી છે.

[[$alsoread]]

રાજયમાં ઠંડીના ચમકારા સાથે માવઠાનું અનુમાન

રાજયમાં વાતાવારણને લઈ હવામાન વિભાગનું અનુમાન છે કે,ઉત્તર ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદનું સંકટ રહેશે સાથે સાથે રાજસ્થાન પર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે જેના કારણે સાયક્લોનિક સર્ક્યુલેશનથી રહેશે માવઠાની અસર સાથે સાથે આગામી સાત દિવસ વાતાવરણ શુષ્ક રહેશે સાથે સાથે હાલ સાયક્લોનિક સર્કયુલેશન સિસ્ટમને લઈને અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે,અમદાવાદ લઘુત્તમ 17 ડિગ્રી તાપમાન નોંધાયું છે,સાથે સાથે આવતીકાલથી 2-4 ડિગ્રી ઘટશે સાથે ફેબ્રુઆરી મહિનામાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં કેટલાક જિલ્લામાં છુટા છવાયા હળવા વરસાદની આગાહી રહી છે.

બપોરના સમયે ગરમી પણ પડી શકે છે

ગુજરાતમાં ફરીથી ઠંડીનો ચમકારો વધશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. બંગાળની ખાડી તરફથી આવતા ભેજવાળા પવન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે. ત્યારે હવામાન વિભાગે ગુરુવારથી ત્રણ દિવસ ગુજરાતનાં અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ અને કરા પડવાની પણ આગાહી આપી છે. આ સાથે ગરમી વધવાની પણ આગાહી કરી છે.હાલ ગુજરાતમાં ઉત્તરથી ઉત્તર પૂર્વની દિશાના પવન ફૂંકાઈ રહ્યા છે. ત્યારે ગુજરાતમાં 24 કલાક શુષ્ક હવામાન રહેશે.

  • Follow us on: