રાજ્યમાં બેવડી ઋતુની હવામાન વિભાગે આગાહી કરી છે,મહત્વની વાત તો એ છે કે,હાલ રાજયમાં વરસાદની શકયતા નહિવત છે.રાજયમાં 7 દિવસ ડ્રાય વાતાવરણ રહેશે,સાથે સાથે અમદાવાદમાં 35થી 36 ડિગ્રી તાપમાન નોંધાઈ શકે છે.ગાંધીનગર સહિત 35થી 36 ડિગ્રી તાપમાન નોંધાઈ શકે છે.તો અગામી દિવસોમાં તાપમાનનો પારો વધવાની આગાહી કરવામાં આવી છે,બપોરના સમયે રાજયમાં ઉકળાટ રહેશે.

[[$googlead]]

હાલ વરસાદની કોઈ આગાહી નહી
હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, આજથી એટલે કે, 7મીથી 13મી ઓક્ટોબર સુધીમાં એટલે કે સોમવારથી રવિવાર સુધી સમગ્ર ગુજરાતમાં વરસાદની કોઈ આગાહી નથી. ગુજરાતનું હવામાન સૂકું રહેવાની આગાહી કરવામાં આવી છે. આ સાથે તાપમાન અંગેની માહિતી પણ આપી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, 24 કલાક સુધી તાપમાન યથાવત્ રહેશે જે બાદ મહત્તમ અને ન્યૂનતમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો નોંધાવવાની શક્યતા છે.

સાયક્લોન ચક્રવાતમાં રૂપાંતર થઈ શકે છે : અંબાલાલ પટેલ
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે સાયકલોન ચક્રવાતમાં રૂંપાતર થઈ શકે છે સાથે સાથે આ ચક્રવાતની સૌથી મોટી અસર સૌરાષ્ટ્ર વિસ્તારમાં જોવા મળશે,પહેલા નોરતે રાજ્યમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે.બીજા નોરતેથી ચોથા નોરતા સુધી રાજ્યમાં ઉઘાડ નીકળશે.સાથે સાથે મધ્ય ગુજરાતના અમુક ભાગોમાં ભારે વરસાદી ઝાપટાની આગાહી કરી છે.હસ્ત નક્ષત્રમાં ગાજવીજ સાથે વરસાદ થતો હોય છે.

શરદપૂનમ સુધી વરસાદ રહેવાની શકયતા : અંબાલાલ પટેલ
અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો શરદ પૂનમ સુધી વરસાદ વરસી શકે છે.ઓક્ટોબરમાં બંગાળની ખાડીમાં વાવાઝોડું બનવાની શકયતા છે જેના કારણે ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે.અરબી સમુદ્રમાં પણ વાવાઝોડું બનવાની શકયતા છે.10 ઓક્ટોબરથી બેસતા ચિત્રા નક્ષત્રમા વરસાદની આગાહી કરવામાં આવી છે.બીજી તરફ રાજયમાં દિવાળી સુધી વાદળછાયું વાતાવરણ રહી શકે છે.
 
  • Follow us on: