રાજ્યમાં આજથી વિધિવત રીતે ઉનાળાનો પ્રારંભ થયો છે,તેવી આગાહી હવામાન વિભાગે કરી છે.ઉનાળામાં ગરમીને લઈ હવામાન વિભાગનું પૂર્વાનુમાન છે કે,મહત્તમ અને લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા ઊંચું રહેશે,આ વર્ષે હિટવેવના દિવસોમાં પણ વધારો થઇ શકે છે,જોકે આગામી 48 કલાકમાં તાપમાન ઘટવાની આગાહી પણ કરવામા આવી છે,રાજ્યમાં 2 થી 3 ડીગ્રી તાપમાન ઘટવાની આગાહી છે.પવન ઉત્તર પશ્ચિમથી ઉત્તરનો રહેતા તાપમાન ઘટશે.


[[$googlead]]

આ વર્ષે પડી શકે છે આકરી ગરમી

ગુજરાતમાં ઉનાળાની શરૂઆત સાથે જ તાપમાનનો પારો ઊંચકાઈ રહ્યો છે. ભારતીય હવામાન વિભાગ (IMD)ની આગાહી અનુસાર, માર્ચ મહિનામાં જ રાજ્યમાં મે મહિનાની ગરમીનો અનુભવ થવાની શક્યતા છે. દર વર્ષની સરખામણીએ વર્ષ 2025ના ઉનાળામાં ગરમી ભુક્કા બોલાવે તો નવાઈ નહીં, કારણ કે આ વર્ષે તાપમાન સામાન્ય તાપમાન કરતાં ત્રણથી ચાર ડિગ્રી વધારે રહેશે, એટલે કે આકરી ગરમીનો અનુભવ થશે.માર્ચના પ્રથમ સપ્તાહમાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય રહેશે.

[[$alsoread]]

ઉત્તર પૂર્વીય પવન ફુંકાઈ રહ્યા છે

હાલતમાં ગુજરાતમાં ઉત્તરથી ઉત્તર પૂર્વીય પવન ફુંકાઈ રહ્યા છે જેના કારણે બપોરના સમયે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે,ગુજરાતમાં ઠંડી ધીરે ધીરે વિદાય લઈ શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. બંગાળની ખાડી તરફથી આવતા ભેજવાળા પવન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે.આ સાથે ગરમી વધવાની પણ આગાહી કરી છે.હાલ ગુજરાતમાં ઉત્તરથી ઉત્તર પૂર્વની દિશાના પવન ફૂંકાઈ રહ્યા છે. ત્યારે ગુજરાતમાં 24 કલાક શુષ્ક હવામાન રહેશે.

24 કલાક પછી તાપમાન 2થી 3 ડિગ્રી ઘટવાની આગાહી

24 કલાક બાદ અમદાવાદ સહિત રાજ્યભરમાં મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રી સુધીનો ઘટાડો થવાની સાથે લઘુતમ તાપમાનમાં પણ આગામી 5 દિવસ દરમિયાન 2થી 3 ડિગ્રી સુધીનો ઘટાડો થવાની શક્યતા છે. તાપમાનમાં આ ઘટાડાની સાથે લોકોને ગરમીથી થોડી રાહત મળવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.


  • Follow us on: