- આજે કેરળમાં ચોમાસાનો થયો પ્રારંભ
- કેરળ અને ઉત્તર પૂર્વીય ક્ષેત્રમાં ચોમાસું બેઠું
- 5 દિવસ ચોમાસું આગળ-પાછળ રહી શકે છે
ગુજરાતમાં એક તરફ કાળઝાળ ગરમી પડી રહી છે,તેની વચ્ચે શહેરીજનો માટે એક રાહતના સમાચાર આવ્યા છે,અમદાવાદ હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજયમાં અગામી 5 દિવસ તાપમાન યથાવત રહેશે,તો પાટણ, બનાસકાંઠા, કચ્છમાં ભારે પવનો ફૂંકાશે અને પવનની ગતિ પ્રતિકલાક 25થી 30 કિમીની રહેશે.આગામી 3 દિવસ રાજયમાં ભારે પવન ફૂંકાશે
આજે કેરળમાં ચોમાસાનો પ્રારંભ થયો
15 જુન સુધી ગુજરાતમાં ચોમાસાનો પ્રારંભ થશે,સાથે સાથે ચોમાસું કેરળ અને ઉત્તર પૂર્વીય ક્ષેત્રમાં સાથે બેઠું છે,ચોમાસાની ગતિવિધિ જોતા 5 દિવસ ચોમાસું આગળ પાછળ રહેશે.દેશમાં ચોમાસાએ દસ્તક દીધી છે.
તાપમાન 5 દિવસ યથાવત રહેશે
હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી બે દિવસ દરમિયાન અમદાવાદ અને ગાંધીનગર શહેરમાં મહત્તમ તાપમાન 42થી 43 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે. પાંચ દિવસ યથાવત્ રહેશે, પરંતુ આ પાંચ દિવસ દરમિયાન તાપમાનમાં એકથી બે ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈ શકે છે. મહત્ત્વનું છે કે, હજુ આગામી બે દિવસ દરમિયાન કચ્છ, બનાસકાંઠા ધૂળની ડમરીઓ ઉડવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આ ઉપરાંત પવનની દિશા પશ્ચિમ થતા માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી હતી.

વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં હાલમાં આગામી 7 દિવસ દરમિયાન વરસાદની શક્યતા નહીંવત છે. આ ઉપરાંત પ્રી-મોન્સૂન એક્ટિવિટી અંતર્ગત પણ વરસાદની શક્યતા સેવાઈ રહી નથી. ઉલ્લેખનીય છે કે, આજથી ભારતમાં કેરળ ઉત્તર પૂર્વીય રાજ્યમાં ચોમાસું દસ્તક દેશે. દર વર્ષે ફક્ત કેરળથી ચોમાસાની શરૂઆત થતી હોય છે. પરંતુ તાજેતરમાં રેમલ વાવાઝોડાને કારણે ઉત્તર પૂર્વીય રાજ્યોમાં પણ ચોમાસાની શરૂઆત પેહલા પ્રી-મોન્સૂન એક્ટિવિટી અંતર્ગત નૈઋત્યના ચોમાસાએ દસ્તક દીધી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર 15 જૂનની આસપાસ નૈઋત્યનું ચોમાસું ગુજરાતમાં પહોંચશે.
વાદળછાયા વાતાવરણથી ગરમી ઘટશે
અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો આજે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ રહેતા ગરમીનો અનુભવ ઓછી માત્રામાં થઈ રહ્યો છે. જ્યારે આ સ્થિતિ સમગ્ર દિવસ દરમિયાન યથાવત્ રહે તેવી શક્યતા છે. આજે 25થી 30 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાને કારણે ગરમીનો અહેસાસ ઓછો થશે અને સામાન્ય બફારો અનુભવાશે.









