હવામાન વિભાગે ગુજરાતમાં અગામી સમયમાં કેવું વાતાવરણ રહેશે તેને લઈ આગાહી કરી છે,ગુજરાતવાસીઓને આગામી સમયમાં ગરમીનો મારો સહન કરવો પડે તેવી સ્થિતિનું સર્જન થઈ શકે છે.સાથે સાથે તાપમાન 36થી 37 ડિગ્રી સુધી જઈ શકે છે,રાજ્યમાં બેવડી ઋતુની અસર સાત દિવસ સુધી રહેશે અને મહત્વની વાત એ છે કે,વરસાદે વિદાય લીધી છે હાલના સમયમાં કયાંય પણ વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી નથી.


[[$googlead]]

ઉત્તર-પૂર્વીય પવનોને લીધે મહત્તમ તાપમાનમા થશે વધારો

હાલમાં રાજયમાં ઉત્તર-પૂર્વીય પવનો ફૂંકાઈ રહ્યાં છે જેના કારણે ગરમી અને ઉકળાટ રહે છે,આવું વાતાવરણ આગામી સાત દિવસ સુધી રહી શકે છે.ગાંધીનગર સહિત 35થી 36 ડિગ્રી તાપમાન નોંધાઈ શકે છે.તો અગામી દિવસોમાં તાપમાનનો પારો વધવાની આગાહી કરવામાં આવી છે,બપોરના સમયે રાજયમાં ઉકળાટ રહેશે.

[[$alsoread]]

હાલ વરસાદની કોઈ આગાહી નહી

હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, આજથી એટલે કે, 9મીથી 13મી ઓક્ટોબર સુધીમાં એટલે કે બુધવારથી રવિવાર સુધી સમગ્ર ગુજરાતમાં વરસાદની કોઈ આગાહી નથી. ગુજરાતનું હવામાન સૂકું રહેવાની આગાહી કરવામાં આવી છે. આ સાથે તાપમાન અંગેની માહિતી પણ આપી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, 24 કલાક સુધી તાપમાન યથાવત્ રહેશે જે બાદ મહત્તમ અને ન્યૂનતમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો નોંધાવવાની શક્યતા છે.

સાયક્લોન ચક્રવાતમાં રૂપાંતર થઈ શકે છે : અંબાલાલ પટેલ

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે સાયકલોન ચક્રવાતમાં રૂંપાતર થઈ શકે છે સાથે સાથે આ ચક્રવાતની સૌથી મોટી અસર સૌરાષ્ટ્ર વિસ્તારમાં જોવા મળશે,પહેલા નોરતે રાજ્યમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે.બીજા નોરતેથી ચોથા નોરતા સુધી રાજ્યમાં ઉઘાડ નીકળશે.સાથે સાથે મધ્ય ગુજરાતના અમુક ભાગોમાં ભારે વરસાદી ઝાપટાની આગાહી કરી છે.હસ્ત નક્ષત્રમાં ગાજવીજ સાથે વરસાદ થતો હોય છે.


  • Follow us on: