હવામાન વિભાગે વાતાવરણને લઈ આગાહી કરી છે જેમાં રાજયવાસીઓેને હજી ઠંડી માટે રાહ જોવી પડશે,આગામી 7 દિવસ વાતાવરણ સૂકુ રહેશે અને ખાસ બપોરના સમયે ગરમીનો અહેસાસ થશે,5 દિવસ સુધી તાપમાન સામાન્ય રહેવાની આગાહી કરવામાં આવી છે,અમદાવાદનું લઘુતમ તાપમાન 21 ડિગ્રી,અમદાવાદનું મહત્તમ તાપમાન 36 ડિગ્રી,અમરેલી, મહુવા, ગાંધીનગરમાં સૌથી નીચું તાપમાન નોંધાયું છે.


[[$googlead]]

શિયાળો મોડો છે

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે. વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે. જ્યારે દિવસ દરમિયાન ગરમીનો અનુભવ થાય છે. આ મિક્સ ઋતુના લીધે શરદી-તાવ જેવી બીમારીઓમાં પણ વધારો થયો છે. હવે ક્યારે પારો ગગડશે અને સંપૂર્ણ શિયાળાનો માહોલ જામશે તેની પણ લોકો રાહ જોઇ રહ્યા છે.ગુજરાતમાં આ વખતે શિયાળો થોડો મોડો છે. સામાન્ય રીતે નવેમ્બર મહિનામાં ઠંડીનો અનુભવ થવા લાગતો હોય છે પરંતુ આ વખતે હવામાન વિભાગ દ્વારા આ માસમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા વધુ કે સામાન્ય રહી શકે છે. જ્યારે મહત્તમ તાપમાન તે સામાન્ય કરતા નીચું કે સામાન્ય રહી શકે છે.

[[$alsoread]]

ગુજરાતમાંથી મેઘરાજાએ વિદાય લીધી છે

ત્યારે હવે ગુજરાતમાં શિયાળાની ધીમી શરુઆત થઈ છે. રાજ્યમાં ધીમે ધીમે ઠંડી આગળ વધી રહી છે. વહેલી સવારે અને મોડી રાત્રે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં ઠંડીની જગ્યાએ ભીષણ ગરમીનો અનુભવ થશે. 11 જિલ્લાઓમાં 37થી વધુ ડિગ્રી તાપમાન રહેશે. કંડલામાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે.ઉત્તર ભારતમાં હિમવર્ષા થયાં બાદ ગુજરાતમાં ઠંડીની શરૂઆત થશે.

વર્ષ 2027માં ગરમી અને ચક્રવાતનું પ્રમાણ વધશે : અંબાલાલ

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વર્ષ 2027માં શું થઈ શકે છે તેને લઈ આગાહી કરી છે,અંબાલાલનું માનવું છે કે,ક્લાઈમેટ ચેન્જની ગંભીર અસરો હવામાનમાં દેખાશે જેને લઈ વાતાવરણ કોઈ પણ સમયે બદલાઈ શકે છે સાથે સાથે જો આ વાતાવરણની સિસ્ટમથી બચવું હોય તો,લોકોમાં કલાઈમેટ ચેન્જને લઈ જાગૃતતા લાવવી જરૂરી છે.જો કલાઈમેટને લઈ જાગૃતતા નહી આવે તો કોઈ પણ સમયે કઈ પણ થઈ શકે છે.

  • Follow us on: