રાજયમાં આગામી બે દિવસ ગરમીથી શેકાવું પડશે અને સાથે સાથે વાદળછાયું વાતાવરણ રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.આગામી 5 દિવસ સૌરાષ્ટ્ર, કચ્છમાં ગરમીનું યલો એલર્ટ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યું છે ત્યારે દક્ષિણ ગુજરાતના દરિયાઈ વિસ્તારમાં યલો અલર્ટ આપવામાં આવ્યું છે.પવનોની દિશા બદલાતા મહતમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થયો છે.
જાણો કયાં કેટલું તાપમાન નોધાયું
હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામા આવે તો રાજ્યમાં કેશોદ ,અમરેલી,રાજકોટ, સુરત 38 ડિગ્રીએ પહોચ્યું છે,અમદાવાદ 36.8 ડિગ્રી,ગાંધીનગર 36.6 ડિગ્રી,વડોદરા 36.8 ડિગ્રી,સુરત 38.4 ડિગ્રી,દમણ 36.8 ડિગ્રી,ભુજ 37.4 ડિગ્રી,નલિયા 36.1ડિગ્રી,અમરેલી 38.1 ડિગ્રી,ભાવનગર 36.8 ડિગ્રી,દ્વારકા 34.1 ડિગ્રી,પોરબંદર 36.8 ડિગ્રી,સુરેન્દ્રનગર 37.8 ડિગ્રી,રાજકોટ 38.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
ઉત્તર પૂર્વીય પવન ફુંકાઈ રહ્યા છે
હાલતમાં ગુજરાતમાં ઉત્તરથી ઉત્તર પૂર્વીય પવન ફુંકાઈ રહ્યા છે જેના કારણે બપોરના સમયે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે,ગુજરાતમાં ઠંડી ધીરે ધીરે વિદાય લઈ શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. બંગાળની ખાડી તરફથી આવતા ભેજવાળા પવન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે.આ સાથે ગરમી વધવાની પણ આગાહી કરી છે.હાલ ગુજરાતમાં ઉત્તરથી ઉત્તર પૂર્વની દિશાના પવન ફૂંકાઈ રહ્યા છે. ત્યારે ગુજરાતમાં 24 કલાક શુષ્ક હવામાન રહેશે.
આજે પણ પડી શકે છે વધુ ગરમી
વાતાવરણમાં સવારે ભેજનું પ્રમાણ 43 ટકા અને સાંજે 33 ટકા રહ્યું હતું. ઉત્તર-પશ્ચિમ દિશાથી 4 કિલોમીટરની ગતિએ પવન ફૂંકાયા હતા. અત્રે નોંધનીય છે કે,આજે ગુરુવારે પણ ગરમીનો પારો 38 ડિગ્રી તથા રાત્રિનો પારો 23 ડિગ્રીની આસપાસ રહેવાની આગાહી છે.હાલમાં રાજ્યમાં હવામાનનું બેવડું સ્વરૂપ જોવા મળી રહ્યું છે. રાજ્યમાં સવારે અને રાત્રે તાપમાનમાં ઘટાડો થાય છે, પરંતુ બપોરે અચાનક તે વધી જાય છે.









