ગુજરાતમાં તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. ફેબ્રુઆરી મહિનામાં જ એપ્રિલ મહિના જેવી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં વાદળછાયા વાતાવરણ બાદ ઉકળાટ જોવા મળ્યો. શિવરાત્રી તહેવાર આવતા જ ઠંડી વિદાય લઈ રહી છે. રાજ્યના મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થયો છે. મહાનગરોનું તાપમાન અંદાજે 32 ડિગ્રી આસપાસ જોવા મળ્યું.
રાજ્યમાં મહત્તમ તાપમાનમાં વધારો
ઉત્તર પૂર્વના પવનોને લીધે ગુજરાતમાં તાપમાનમાં વધારો થઈ હ્યો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ઉકળાટનું પ્રમાણ રહેશે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ સૌથી વધુ ગરમીની અસર કચ્છમાં જોવા મળશે. ગત 25 ફેબ્રુઆરીના રોજ સૌથી વધુ દમણ અને સુરતમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી નોંધાયું. જ્યારે અમદાવાદમાં 34.9, ગાંધીનગરમાં 35 ડિગ્રી, ડીસામાં 33.2, વડોદરામાં 35, નલિયામાં 35.6 ડિગ્રી નોંધાયું, વડોદરા 35.0 ડિગ્રી, અમરેલી 36.2 ડિગ્રી, ભાવનગર 35.4 ડિગ્રી, પોરબંદર 36.5 ડિગ્રી, રાજકોટ 36.9 ડિગ્રી અને મહુવામાં 36.4 ડિગ્રી તાપમાન નોંધાયું.
બે દિવસ ગરમીની વધુ અસર રહેશે
રાજ્યમાં ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી કરી છે. રાજ્યમાં ગઈકાલે મહત્તમ તાપમાનમાં વધારો જોતાં સૌથી વધુ કેશોદ, દમણ અને સુરત ગરમ રહ્યું. હવામાન વિભાગે કચ્છમાં યલો એલર્ટ જાહેર કર્યું. રાજ્યના મહત્તમ તાપમાનમાં વધારો થતાં બે દિવસ એટલે 26 અને 27 ફેબ્રુઆરીના દિવસે ઉનાળાની ગરમીની વધુ અસર જોવા મળશે. દરિયાઇ કાંઠાના વિસ્તારમાં પણ ગરમીની વધુ અસર રહેશે.