રાજયમાં ફરીથી કડકડતી ઠંડીનો રાઉન્ડ શરૂ થયો છે,આજે વહેલી સવારથી ભારે ઠંડી અને પવન ફૂંકાવાની શરૂઆત થઈ છે,પવનની ગતિમાં વધારો થતા વધ્યું છે ઠંડીનું જોર તો બીજી તરફ પવન 15 થી 20 કિમીની ઝડપે ફૂંકાઈ રહ્યો છે અને લઘુતમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો જોવા મળ્યો છે સાથે સાથે નલિયા 5.6 ડિગ્રી તાપમાન સાથે સૌથી ઠંડુગાર શહેર બન્યું છે.


[[$googlead]]

જાણો કયાં કેટલું તાપમાન નોંધાયું

હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો અમદાવાદમાં 14.2 ડિગ્રી, ગાંધીનગરમાં 13.1 ડિગ્રી,પાલનપુરમાં 10.1 ડિગ્રી, ડીસામાં 11.2 ડિગ્રી,મહેસાણામાં 11.5 ડિગ્રી, ભુજમાં 12.3 ડિગ્રી,રાજકોટ અને કેશોદમાં 12.4 ડિગ્રી,સુરેન્દ્રનગરમાં 12.8 ડિગ્રી, મહુવામાં 13.6 ડિગ્રી,વડોદરામાં 14.3 ડિગ્રી, ભાવનગરમાં 15.1 ડિગ્રી,પોરબંદર 16.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

[[$alsoread]]

પવનની વધશે ગતિ

પવનની ગતિ 5 થી 10 કિમીની ઝડપની રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે તો બે દિવસ બાદ ઠંડીથી આંશિક રાહત રહેશે તો નલિયા સિઝનનું સૌથી ઓછું તાપમાન પહેલીવાર નોંધાયું હોવાની વાત સામે આવી છે,હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદને લઈ કોઈ આગાહી કરવામાં આવી નથી.,લઘુત્તમમાં વધુ પરિવર્તન નહિ થાય તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

આ સિઝનની સૌથી વધુ ઠંડી નોંધાવાની શક્યતા

બે દિવસ બાદ ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થવાની શક્યતા છે, જેને પગલે ઠંડીનો પારો 13 ડિગ્રી સુધી ગગડવાની આગાહી કરવામાં આવી છે, જે આ સિઝનની સૌથી વધુ ઠંડી નોંધાઇ શકે એમ છે. કારણ કે, આ સિઝનમાં અત્યાર સુધીમાં લઘુતમ તાપમાન 14 ડિગ્રીના નીચે ગયું નથી.છેલ્લા બે દિવસથી ઉત્તર ભારતમાં બરફ વર્ષા શરૂ થઈ છે, જેને પગલે તાપમાન ફ્રીઝિંગ પોઇંટ પર છે. આ ઉપરાંત સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ઉત્તર-પૂર્વ દિશા તરફથી બર્ફીલા પવનો ફૂંકાવાના શરૂ થતાં અચાનક તાપમાનમાં મોટો ઘટાડો થતો જોવા મળી રહ્યો છે.

બપોરના સમયે ગરમી પણ પડી શકે છે

ગુજરાતમાં આજે ફરીથી ઠંડીનો ચમકારો વધ્યો છે. બંગાળની ખાડી તરફથી આવતા ભેજવાળા પવન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે. ત્યારે હવામાન વિભાગે ગુરુવારથી ત્રણ દિવસ ગુજરાતનાં અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ અને કરા પડવાની પણ આગાહી આપી છે. આ સાથે ગરમી વધવાની પણ આગાહી કરી છે.હાલ ગુજરાતમાં ઉત્તરથી ઉત્તર પૂર્વની દિશાના પવન ફૂંકાઈ રહ્યા છે. ત્યારે ગુજરાતમાં 24 કલાક શુષ્ક હવામાન રહેશે. જ્યારે બીજાથી પાંચમા દિવસે હળવાથી મધ્યમ વરસાદની સાથે વીજળીના કડાકાનું પૂર્વાનુમાન છે.

 

  • Follow us on: