હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો રાજયમાં આજથી વરસાદનું જોર ઘટશે,કેટલાક જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડવાની શકયાતાઓ સેવાઈ રહી છે.વેલમાર્ક લો પ્રેશરની અસરને લીધે રહેશે વરસાદ રહી શકે છે.અમદાવાદ અને ગાંધીનગરમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.સાથે સાથે બપોરના સમયે ઉકળાટ પણ રહી શકે છે.
જાણો આજે કયાં અપાઈ વરસાદની આગાહી
રાજયમાં આજે વરસાદની આગાહી આપવામાં આવી છે જેમાં વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે,ગીર સોમનાથ, દ્વારકા, સુરેન્દ્રનગર,અમરેલી, રાજકોટ,ભાવનગર,જૂનાગઢ, પોરબંદર, મોરબી,સુરત, ડાંગ, તાપી,નર્મદા, ભરૂચ, વલસાડ, નવસારીમાં છૂટોછવાયો વરસાદ વરસી શકે છે.માછીમારોને અગામી બે દિવસ દરિયો ના ખેડવા સૂચના અપાઈ છે.રાજયમાં બપોરના સમયે ઉકળાટ પણ રહી શકે છે,હજી ભેજવાળું વાતાવરણ હોવાથી ઉકળાટ રહી શકે છે.
ઉત્તર-પૂર્વીય પવનોને લીધે મહત્તમ તાપમાનમા થશે વધારો
હાલમાં રાજયમાં ઉત્તર-પૂર્વીય પવનો ફૂંકાઈ રહ્યાં છે જેના કારણે ગરમી અને ઉકળાટ રહે છે,આવું વાતાવરણ આગામી સાત દિવસ સુધી રહી શકે છે.ગાંધીનગર સહિત 35થી 36 ડિગ્રી તાપમાન નોંધાઈ શકે છે.તો અગામી દિવસોમાં તાપમાનનો પારો વધવાની આગાહી કરવામાં આવી છે,બપોરના સમયે રાજયમાં ઉકળાટ રહેશે.
દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડીમાં વધુ એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય
સ્કાયમેટ વેધર અનુસાર, 15 ઓક્ટોબર સુધીમાં આ સિસ્ટમ દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડીમાં ઓછા દબાણવાળા વિસ્તારમાં ફેરવાઈ શકે છે. આના કારણે નીચા દબાણનો વિસ્તાર પૂર્વ ભારતના દરિયાકાંઠાના વિસ્તારો તરફ આગળ વધી શકે છે. આ મોસમી હિલચાલ 16 ઓક્ટોબર સુધીમાં આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં લેન્ડફોલ કરી શકે છે. જેના કારણે પૂર્વ ભારતના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે.









