ગુજરાતમાં ઓકટોબર મહિનામાં ગરમી પડશે તેવું પૂર્વાનુમાન હવામાન વિભાગે લગાવ્યું છે.ગુજરાતમાં ઓકટોબર મહિનામાં ઉકળાટ રહી શકે છે.મહિનાના પહેલા સપ્તાહમાં સામાન્ય વરસાદની પણ આગાહી કરવામાં આવી છે,ગુજરાતમાં કેટલીક જગ્યાએ સામાન્યથી હળવો વરસાદ વરસી શકે છે.સૌરાષ્ટ્રના ભાગોમાં અને દક્ષિણ ગુજરાતમાં રહી શકે છે વરસાદ.
ઓકટોબર મહિનામાં રહેશે ઉકળાટ
ગુજરાતમાં હવામાન વિભાગના પૂર્વાનુમાન રીતે વાત કરીએ તો ઓકટોબર મહિનામાં ગુજરાતમાં ગરમી પડી શકે છે.આ વખતે ગરમીની સિસ્ટમ પણ બદલાઈ છે એટલે શહેરીજનોને ગરમી સહન કરવાનો પણ વારો આવી શકે છે.ઉનાળાના સમયમાં જે રીતે ગરમી પડે છે તેવી ગરમી ઓકટોબર મહિનામાં પડી શકે તેવી શકયતાઓ હવામાન વિભાગને દેખાઈ રહી છે,ગુજરાતની સાથે સાથે રાજસ્થાનમાં પણ ગરમી પડશે અને આ ગરમી અસહ્ય પડશે તેવી આગાહી કરવામાં આવી ચે.
નવરાત્રિમાં ખેલૈયાઓ માટે મહત્ત્વના સમાચાર
નવરાત્રિમાં ખેલૈયાઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે.જેમાં કચ્છ, ઉત્તર ગુજરાતમાં વરસાદની શક્યતા નહીંવત દેખાઈ રહી છે,મધ્ય ગુજરાતમાં પણ વરસાદની શક્યતા નહીંવત છે,દક્ષિણ ગુજરાતમાં નવરાત્રિમાં વરસાદ પડી શકે છે.નર્મદા, સુરત, તાપી, ડાંગ, વલસાડમાં પણ રહેશે વરસાદ,નવસારી, અમરેલી, ગીર સોમનાથમાં પડી શકે છે ભારે વરસાદ.આગામી 7 દિવસમાં દક્ષિણ ગુજરાતમાં રહેશે સામાન્ય વરસાદ સાથે સાથે કચ્છ ,ડીસા સુરેન્દ્રનગર જૂનાગઢમાં ચોમાસાની વિદાય રહી શકે છે.
દમણ અને દાદરાનગર હવેલીમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે
આજે ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં તથા દમણ અને દાદરાનગર હવેલીમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. જ્યારે ત્રીજી ઓક્ટોબરે ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં અને દમણ અને દાદરાનગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. ચોથી ઑક્ટોબરે સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં તથા દમણ અને દાદરાનગર હવેલીમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. જ્યારે પાંચમી ઑક્ટોબર તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં તથા દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.









