• અમદાવાદથી વિરમગામ વચ્ચે ટ્રેનનું ટ્રાયલ શરુ
  • અમદાવાદથી જામનગર વચ્ચે શરુ થશે વંદે ભારત ટ્રેન
  • 24મીએ PM મોદી વર્ચ્યુઅલી ટ્રેનને આપશે લીલીઝંડી

ગુજરાતને ત્રીજી વંદે ભારત ટ્રેન મળશે. તેમાં અમદાવાદથી વિરમગામ વચ્ચે ટ્રેનનું ટ્રાયલ શરુ થયુ છે. જેમાં અમદાવાદથી જામનગર વચ્ચે વંદે ભારત ટ્રેન શરુ થશે. 24મીએ PM મોદી વર્ચ્યુઅલી ટ્રેનને લીલીઝંડી આપશે. પ્રધાનમંત્રી ટ્રેનનું લોકાર્પણ કરે તે પહેલા ટ્રેનની ટ્રાયલ લેવાઇ છે.

અમદાવાદથી વિરમગામ વચ્ચે ટ્રેનની ટ્રાયલ લેવામાં આવી

[[$googlead]]

અમદાવાદથી વિરમગામ વચ્ચે ટ્રેનની ટ્રાયલ લેવામાં આવી છે. જેમાં 24 સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી વર્ચ્યુલી ટ્રેનનું લોકાર્પણ કરશે. ટ્રાયલમાં સ્પીડ ટેસ્ટ સહિત સુરક્ષા અને તમામ બાબતની ખાતરી કરાઈ છે. અમદાવાદ - જામનગર રૂટ પર આ ટ્રેન વિરમગામ, સુરેન્દ્રનગર, વાંકાનેર, રાજકોટ સ્ટેશન પર રોકશે તેવી પ્રાથમિક માહિતી મળી રહી છે. આ ટ્રાયલ દરમિયાન કોઈ પણ ખામી જોવા મળી ન હતી. ટ્રેનમાં લાગેલા સીસીટીવી પણ ચકાસણી કરાઈ હતી. આ ટ્રેનમાં 530 સીટો છે.

[[$alsoread]]

માત્ર 45 મિનિટના સમયમાં વંદે ભારત ટ્રેન સાબરમતીથી વિરમગામનો સફર પૂર્ણ

ટ્રાયલ માટે ટ્રેન દોડતી જોતા લોકો ફોટો અને વીડિયો પણ બનાવતા નજરે ચડ્યા હતા. માત્ર 45 મિનિટના સમયમાં વંદે ભારત ટ્રેન સાબરમતીથી વિરમગામનો સફર પૂર્ણ કર્યો હતો. ટ્રાયલ દરમિયાન રેલવેના ઉચ્ચ અધિકારી સહિત કર્મચારીઓ દ્વારા તમામ ચકાસણી પણ કરાઈ હતી. અમદાવાદથી જામનગર વચ્ચે વંદે ભારત ટ્રેન શરુ થશે. 

  • Follow us on: