- 24 સપ્ટેમ્બરથી અમદાવાદ-જામનગર વચ્ચે થઈ શકે છે શરૂ
- આજથી અમદાવાદ-જામનગર રૂટ પર ટ્રેનની ટ્રાયલ થશે શરૂ
- 24મીએ PM મોદી વર્ચ્યુલી ટ્રેનને પ્રસ્થાન કરાવે તેવી સંભાવના
દેશભરમાં વંદે ભારત ટ્રેનની ઝડપથી લોકપ્રિયતા વધી રહી છે. જેમાં હવે ગુજરાતમાં અત્યાર સુધી 2 વંદે ભારત ટ્રેન દોડી રહી છે ત્યારે ત્રીજી વંદે ભારત ટ્રેનની તૈયારીઓ શરૂ થઈ છે. જેમાં અમદાવાદ અને જામનગર રૂટ પર આગામી દિવસોમાં વંદે ભારત ટ્રેન શરૂ થઈ શકે છે. જેના માટે આજથી ટ્રાયલ શરૂ કરવામાં આવશે.
અમદાવાદથી મુંબઈ વચ્ચે હાલ ગુજરાતની પહેલી સેમી હાઈસ્પીડ ટ્રેન વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન દોડી રહી છે. ત્યારે કેન્દ્ર સરકારે ગુજરાતને હવે બીજી વંદેભારત એક્સપ્રેસ ટ્રેનની ભેટ આપી હતી. આ વચ્ચે ગુજરાતમાં ત્રીજી વંદે ભારત ટ્રેન માટેનું આજથી અમદાવાદ-જામનગર રૂટ પર ટ્રેનની ટ્રાયલ શરૂ કરવામાં આવશે. આ વચ્ચે 24મીએ PM મોદી વર્ચ્યુલી ટ્રેનને પ્રસ્થાન કરાવે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
