• બેસ્ટ ગુજરાતી ફિલ્મ 'છેલ્લો શો' અને શ્રેષ્ઠ બાળ કલાકર એવોર્ડ ભાવિન રબારી
  • બેસ્ટ ચિલ્ડ્રન ફિલ્મનો એવોર્ડ 'ગાંધી એન્ડ કંપની'
  • દાળભાતને બેસ્ટ શોર્ટફિલ્મ ફિક્શનનો અવોર્ડ

ગુજરાતી ભાષાની ફિલ્મોનો દબદબો વધી રહ્યો છે. જેમાં આજે જાહેર થયેલા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં એક સાથે 4 એવોર્ડ પ્રાપ્ત થયા છે. 69 માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે. જેમાં 4 ગુજરાતી ફિલ્મને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં સ્થાન મળ્યું છે.

જેમાં છેલ્લો શોને બેસ્ટ ગુજરાતી ફિલ્મમાં સ્થાન મળ્યું છે. જ્યારે ફિલ્મ દાળભાતને બેસ્ટ શોર્ટફિલ્મ ફિક્શનનો અવોર્ડ આપી બહુમાન કરાયુ છે. સાથે જ દાળભાતને બેસ્ટ શોર્ટફિલ્મ ફિક્શનનો અવોર્ડ મળ્યો છે. જ્યારે જામનગરના બાળ કલાકાર ભાવિન રબારીએ જે ફિલ્મમાં લીડ એક્ટરનો રોલ કર્યો છે તેને ચાઇલ્ડ આર્ટિસ્ટનો એવોર્ડ મળ્યો છે. ફિલ્મ નિર્માતા નેમિલ શાહની ગુજરાતી ફિલ્મ દાલ ભાતને આ વર્ષે સર્વશ્રેષ્ઠ શોર્ટ ફિલ્મ ફિક્શનનો આ વિશેષ એવોર્ડ મળ્યો છે.

[[$googlead]]

ખાસ વાત એ છે કે જામનગરના બાળ કલાકાર ભાવિન રબારીએ જે ફિલ્મમાં લીડ એક્ટરનો રોલ કર્યો છે તે છેલ્લો શો ફિલ્મ અગાઉ વિદેશમાંથી થિયેટરોમાં સ્થાન મેળવનારી પહેલી ગુજરાતી ફિલ્મ બની હતી. ઉપરાંત છેલ્લો શો ફિલ્મ માટે જ જામનગરના ભાવિન રબારીને આઈપીએ એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. એટલું જ નહીં આ ફિલ્મને આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મ શ્રેણીમાં ઓસ્કાર માટે પણ શોર્ટ લિસ્ટ કરવામાં આવી હતી.

[[$alsoread]]

વિકી કૌશલ સ્ટારર ફિલ્મ સરદાર ઉધમ સિંહને નેશનલ ફિલ્મ એવોર્ડ 2023માં મોટી સફળતા મળી છે. આ ફિલ્મને શ્રેષ્ઠ હિન્દી ફીચર ફિલ્મ તરીકે પસંદ કરવામાં આવી છે. તેનું નિર્દેશન સુજીત સરકાર કરી રહ્યા છે.

રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોનો ઇતિહાસ

કલા, સંસ્કૃતિ, સિનેમા અને સાહિત્ય ક્ષેત્રે ઉત્કૃષ્ટ કાર્ય કરનાર કલાકારોને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર આપવામાં આવે છે. આઝાદી પછી દેશમાં કલાકારોને પ્રોત્સાહિત કરવા માટે તેની શરૂઆત કરવામાં આવી હતી. આ પુરસ્કારો પાછળનો હેતુ સારી ફિલ્મોના નિર્માણને પ્રોત્સાહન આપવાનો પણ હતો. આ પુરસ્કારને ત્રણ કેટેગરીમાં વિભાજિત કરવામાં આવ્યો છે - ફીચર, નોન-ફીચર અને સિનેમામાં શ્રેષ્ઠ લેખન.

  • Follow us on: