- પરિવારના ત્રણ લોકો પર અશ્વેતોએ હુમલો કર્યો
- હુમલામાં કરમસદના પીનલ પટેલનું મોત
- લૂંટારૂઓએ ફાયરિંગ કરી ઘટનાને આપ્યો અંજામ
અમેરિકાના એટલાન્ટા સીટીમાં રહેતા કરમસદના યુવકની હત્યા અને પરિવારના ત્રણ લોકો ઉપર અશ્વેત લૂંટારૂઓએ હુમલો કર્યો. પરિવાર બહારથી ઘરે પરત આવતા ઘરમાં જ લૂંટારુઓએ હુમલો કર્યો હતો. હુમલામાં મૂળ કરમસદના પીનલ પટેલનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે પીનલ પટેલના પત્ની અને દીકરી પણ ગંભીર રીતે ઘાયલ થયા હતા. લૂંટ કરવા આવેલ અશ્વેત લૂંટારુઓએ ઉપરા છાપરી ફાયરિંગ કરી ઘટનાને અંજામ આપ્યો હતો. મૃતક પીનલભાઈ પટેલ, ઉ.વ.52 મુળ કરમસદના વતની હતા. રુપલબેન પીનલભાઈ પટેલ ઉ.વ. 50 ઇજાગ્રસ્ત થયા હતા. ભક્તિ પીનલભાઈ પટેલ ઉ.વ.17 ને પણ ઇજા થઈ હતી. પીનલભાઈ પટેલના મોતની ઘટનાને હજુ બે થી ત્રણ કલાક જેટલો જ સમય થયો છે.










