જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલામાં ભાવનગરના ગુજરાતી પર્યટક ઈજાગ્રસ્ત થયા છે જેમાં તેમનું કહેવું છે કે,અમે 10 મિનિટ બેઠા ત્યાં ફાયરિંગ શરુ થયું હતુ અને હુમલા સ્થળે 400 જેટલા લોકો હતા અને આંતકીઓએ 10 મિનિટ સુધી સતત ફાયરિંગ કર્યુ હતુ જેમાં સ્થાનિકો મદદ માટે આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડ્યા હતા.
અત્યાર સુધી 3 ગુજરાતીઓના થયા છે મોત
જમ્મૂ-કાશ્મીરના પહલગામ આતંકી હુમલામાં 3 ગુજરાતીઓના મોત થયા છે,ગઈકાલે ભાવનગરના પિતા-પુત્રનું હુમલામાં મોત થયું છે,પહેલા સુરતના શૈલેષ ભાઈ કળથીયાનું મોત થયું હતુ ત્યારબાદ ભાવનગરના યતીન પરમાર અને સ્મિત પરમારનું હુમલામાં મોત થયું હોવાની વાત સામે આવી છે,હુમલા બાદ પિતા-પુત્ર થયા હતા સંપર્ક વિહોણા અને હુમલામાં યતીન પરમારના પત્ની પણ ઇજાગ્રસ્ત થયા હોવાની વાત સામે આવી છે.
આતંકવાદીઓ નકલી ગણવેશમાં હતા...', પહેલગામ હુમલાના એક પ્રત્યક્ષદર્શીએ ભયાનક દ્રશ્ય વર્ણવ્યું
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા હુમલા દરમિયાન, આતંકવાદીઓએ નકલી ગણવેશ પહેર્યો હતો, તેથી શરૂઆતમાં કોઈ પ્રવાસીને તેમના પર શંકા નહોતી. પરંતુ થોડા સમય પછી, જ્યારે તેઓએ હિન્દુ પ્રવાસીઓની ઓળખ પૂછી અને તેમના પર ગોળીબાર શરૂ કર્યો, ત્યારે સ્થળ પર નાસભાગ મચી ગઈ. આતંકવાદીઓએ જાણી જોઈને એવા હિન્દુ પુરુષોને નિશાન બનાવ્યા જેઓ તેમની પત્નીઓ અથવા પરિવારો સાથે આવ્યા હતા. આ આતંકવાદી હુમલાના ફોટા અને વીડિયો ખૂબ જ ભયાનક છે.









