- રામ મંદિરના કાર્યક્રમો સ્ક્રીન પર નિહાળી શકાશે
- મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ 19 તારીખે કરશે ઉદ્ઘાટન
- 1100 ચોરસ ફુટની વિશાળ LED સ્ક્રીન રહેશે
અયોધ્યામાં રામમંદિર પ્રાણપ્રતિષ્ઠાની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. આ ક્ષણને ઐતિહાસિક બનાવવા માટે સૌ કોઈ પ્રયત્ન કરી રહ્યું છે. NRI અને મૂળ વડોદરાના જિજ્ઞેશ મહેતાએ ભારતની સૌથી મોટી ફ્લોટિંગ LED સ્ક્રીન તૈયાર કરી છે. આ LED સ્ક્રીન સરયુ નદીમાં મુકવામાં આવશે. જેના પર 22 જાન્યુઆરીએ યોજાનાર રામ મંદિરના તમામ કાર્યક્રમો આ સ્ક્રીન પર લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવશે.
1100 ચોરસ ફૂટની વિશાળ સ્કીન
મૂળ વડોદરાના યુવા ગુજરાતી NRI તેમજ સેન્ચુરી હોસ્પિટાલિટીના ડિરેક્ટર જિજ્ઞેશ મહેતા ભારતની સૌથી મોટી ફ્લોટિંગ LED સ્ક્રીન બનાવી અને અયોધ્યા સરયૂ ઘાટમાં તરતી મૂકવા જઈ રહ્યા છે. આ સ્ક્રીન 1100 ચોરસ ફુટની રહેશે. આ સ્ક્રીનની લંબાઈ 69 ફૂટ અને ઊંચાઈ 16 ફુટ રાખવામાં આવી છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ 19 જાન્યુઆરીએ તેનું ઉદ્ઘાટન કરશે.

દેશભરમાંથી આવ્યા કારીગરો
ખાસ બોટનું નિર્માણ ભારતીય રજિસ્ટર ઓફ શિપિંગની દેખરેખ હેઠળ કરવામાં આવી રહ્યું છે. આ બોટના નિર્માણ માટે ખાસ દક્ષિણ ભારતથી કુશળ કારીગરોને બોલાવવામાં આવ્યા છે. પ્રાણપ્રતિષ્ઠા પછીના દિવસોમાં પણ આ સ્ક્રીન પરથી શ્રધ્ધાળુઓ સરયૂ ઘાટ પાસેથી રામલલાના લાઈવ દર્શન કરી શકશે. તેમજ આ પ્રોજેક્ટના નિર્માણ માટે ભારતના વિવિધ ખૂણેથી અનેક પ્રકારના મશીનો અને સામગ્રીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
તેમજ પ્રાણપ્રતિષ્ઠા પછીના દિવસોમાં પણ આ સ્ક્રીન પરથી શ્રદ્ધાળુઓ સરયૂ ઘાટ પાસેથી રામલલ્લાના લાઈવ દર્શન કરી શકશે તેમજ જાહેરાતો પણ આપી શકશે. આ પ્રોજેક્ટના નિર્માણ માટે ભારતના વિવિધ ખૂણેથી અનેક પ્રકારના મશીનો અને સામગ્રીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેનો વધુ પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવશે.









