- કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અને આપ પ્રદેશ પ્રમુખ બેઠકમાં હાજર
- આપણી કોઠા સુઝનો ઉપયોગ કરી મતદાન કરજો: શક્તિસિંહ
- લોકસભા ચૂંટણી સાથે પેટા ચૂંટણીમાં પણ ગઠબંધનથી લડવા ચર્ચા
ચૂંટણી જાહેર થયા બાદ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની સંયુક્ત બેઠક યોજાઈ હતી. જેના અંગે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહે નિવેદન આપ્યું છે. જેમાં શક્તિસિંહ જણાવ્યું કે, દુનિયાની સૌથી મોટી લોકશાહી ભારતની છે અને ગુજરાતીઓએ દિલથી વિચારવાની જરૂર છે
આ સાથે જ ઉમેદવારોની પસંદગી અંગે શક્તિસિંહ જણાવ્યું કે, પ્રથમ વાર ગુજરાત કોંગ્રેસે ઉમેદવારની પસંદગી કરવા નવતર પ્રયોગ કર્યો છે,ગુજરાતના મતદારોને વિનંતી છે કે આપણી કોઠા સુઝનો ઉપયોગ કરી મતદાન કરજો. ગુજરાતીઓએ દિલ થી વિચારવાની જરૂર છે.
લોકસભા અને વિધાનસભા પેટા ચૂંટણી અંગે ચર્ચા કરવા માટે ગઠબંધન પર વિચારણા અંગે કોંગ્રેસ પ્રેદશ પ્રમુખ અને આપના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી બેઠકમાં હાજર રહ્યા હતા. જેમના દ્વારા આગામી વિધાનસભાની ચૂંટણીમાં બંને પક્ષો ભેગા રહીને ગઠબંધન રાખી શકે છે. આ માટે આપના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી બેઠકમાં હાજર રહ્યા તેમજ ગોપાલ ઇટાલિયા, સાગર રબારી બેઠકમાં હાજર રહ્યા હતા.
લોકસભા અને વિધાનસભાની પેટાચૂંટણી માટે કોંગ્રેસ અને આપ દ્વારા ગઠબંધન કરવામાં આવી શકે છે. જેમાં એક તરફ ભરૂચ લોકસભાની બેઠક માટે વિરોધ ચાલી રહ્યો છે, જ્યારે ભાવનગર પરથી પણ આપના ઉમેદવાર જ લોકસભાની ચૂંટણીમાં લડી રહ્યા છે.









