- ડાંગના વઘઈમાં 5.36, સુબીરમાં 4 અને આહ્વામાં 3.36 ઇંચ વરસાદ વરસ્યો
- સૌથી વધુ તાપીના ડોલવણમાં છેલ્લા 24 કલાકમાં 8.32 ઈંચ વરસાદ પડતાં ઠેરઠેર પાણી ભરાયા હતા
- ડાંગના વઘઈ તાલુકામાં 5.36 ઈંચ, સુબીરમાં 4 અને આહ્વામાં 3.36 ઈંચ વરસાદ ખાબક્યો હતો
સતત એક સપ્તાહથી સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ રહેતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં શનિવારના રોજ પણ ભારે વરસાદી માહોલ યથાવત્ જોવા મળ્યો હતો.
શનિવાર સવારનાં 6 વાગ્યાથી સાંજના 8 વાગ્યા સુધીમાં રાજ્યનાં કુલ 41 તાલુકાઓમાં વરસાદી માહોલ રહ્યો હતો. સૌથી વધુ તાપીના ડોલવણમાં છેલ્લા 24 કલાકમાં 8.32 ઈંચ વરસાદ પડતાં ઠેરઠેર પાણી ભરાયા હતા. આ સિવાય નવસારીના વાંસદામાં 7.24 ઈંચ વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત ડાંગ જિલ્લામાં પણ ભારે વરસાદી માહોલ જોવા મળ્યો છે. ડાંગના વઘઈ તાલુકામાં 5.36 ઈંચ, સુબીરમાં 4 અને આહ્વામાં 3.36 ઈંચ વરસાદ ખાબક્યો હતો.










