આદ્યશક્તિમાં જગદંબાના આરાધનાનું પર્વ એટલે ચૈત્રી નવરાત્રી. આજે ચૈત્ર સુદ નોમને રવિવારના રોજ શક્તિપીઠ પાવાગઢ ખાતે પોણો લાખ ઉપરાંત માઇ ભક્તો ઉમટી પડી માતાજીના ચરણમાં શીશ ઝુકાવી ધન્ય બન્યા હતા.
શક્તિપીઠ ખાતે માતાજીના ભક્તો વર્ષ દરમ્યાન લાખોની સંખ્યામાં આવતા હોય છે. ચૈત્રી નવરાત્રી, આસો નવરાત્રી, તેમજ સાતમ, આઠમ, પૂનમ નું અનેરું મહત્વ હોય છે. તે ઉપરાંત શનિવાર, રવિવાર અને જાહેર રજાના દિવસોમાં માઇ ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે. ગત નવરાત્રીની સરખામણીમાં આ વર્ષે માઇભક્તો યાત્રિકો સંખ્યા પાંખી જોવા મળી હતી. ડુંગર પર એસટી દ્વારા રામનવમીના દિવસે 60 એસ.ટી બસ તળેટીથી માંચી સુધી ચલાવવામાં આવી હતી. જેમાં બપોરે ચાર વાગ્યા સુધી એસટીની 960 ટ્રીપમાં 38,787 યાત્રાળુઓએ મુસાફરી કરી હતી. જેના પગલે એસ ટી નિગમને રૂા.8,61,873/-રૂપિયાની આવક થઈ હતી.










