- નર્મદા કેનાલમાં પરિણીતાએ ઝંપલાવી આત્મહત્યા કરી લીધી હતી
- પરિણીતાની લાશ શુક્રવારે નર્મદા કેનાલમાંથી મળી આવતા પિતાએ ફરિયાદ કરી હતી
- મૃતકની લાશનું ફેરેન્સિક પીએમ રાજકોટ ખાતે કરવામાં આવ્યું હતું
હળવદ શહેરમાં જ રહેતી પરણીતાએ ગુરૂવારના રોજ નર્મદા કેનાલમાં ઝંપલાવી આત્મહત્યા કરી લીધી હતી.બાદમાં પરણિતાની લાશ શુક્રવારે નર્મદા કેનાલમાંથી મળી આવી હતી.
આ બનાવમાં મૃતકના પિતાએ પરણિતાને મરવા મજબૂર કરવા બદલ પતિ સહિતના સાસરીયાઓ વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. બનાવની હળવદ પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ ગત તારીખ 20-6-2024ના રોજ બપોરના 1:00 વાગ્યાની આસપાસ હળવદ શહેરમાં રહેતી મંજુલાબેન મનોજભાઈ પરમાર ઉંમર વર્ષ 26 હોટલ પરિશ્રામ પાછળથી પસાર થતી નર્મદા કેનાલમાં ઝંપલાવી આત્મહત્યા કરી લીધી હતી. બાદમાં બે દિવસની શોધખોળ બાદ મહિલાની લાશ શુક્રવારે બપોરે કંસારીયા હનુમાનજી નજીકથી નર્મદા કેનાલમાંથી મળી આવી હતી.અને મૃતકની લાશનું ફેરેન્સિક પીએમ રાજકોટ ખાતે કરવામાં આવ્યું હતું.










