હળવદ માર્કેટ યાર્ડમાં જીવા ગામે રહેતા ખેડૂત પોતાની ઉપજ વેચવા ગત તા. 3જી જૂને આવ્યા હતા અને ત્યાં માલનું વેચાણ કરીને તેઓ રોકડ રકમ લઈને પરત પોતાના ઘર તરફ્ જઈ રહ્યા હતા. દરમિયાન કોયબા ગામના પાટિયા નજીક 1 સાધુ વેશમાં રહેલા સહિત કુલ બે શખ્સ દ્વારા તેઓને મંદિરનો રસ્તો પૂછવામાં આવ્યો હતો અને ત્યારબાદ રૂ.1.22 લાખ લૂંટી લેવાના બનાવમાં ખેડૂત દ્વારા હળવદ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા તપાસ હાથ ધરાઈ છે.


જીવા ગામે રહેતા અરજણભાઈ નામના ખેડૂતે બે લૂંટારા સામે હળવદ પોલીસમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યુ છે કે, તેઓ હળવદ માર્કેટ યાર્ડ ખાતે તલનું વેચાણ કરવાં માટે આવ્યા હતા અને તલનું વેચાણ કરીને રૂ.1.12 લાખ તેમજ તેઓની પોસે રહેલા રોકડા 10 હજાર રૂપિયા આમ કુલ મળીને 1.22 લાખ લઈને ઘરે જતાં હતા ત્યારે કોઈબા ગામના પાટીયા નજીક ગાડી લઈને આવેલા બે અજાણ્યા શખ્સ દ્વારા મંદિરનો રસ્તો પૂછવાના બહાને તેઓને ઊભા રાખવાના આવ્યા હતા અને ત્યારબાદ ગાડીમાં બેઠેલા બાપુના દર્શન કરવા માટે થઈને ગાડીના ચાલકે કહ્યું હતું જેથી ફરિયાદી તેના દર્શન કરવા માટે ગયા હતા ત્યારે તેમને પકડીરાખવામાં આવ્યા હતા અને તેની પાસેથી રોકડા રૂ.1,22,000 પડાવી બંને શખ્સ નાસી ગયા હતા.


  • Follow us on: