હળવદ તાલુકામાં 11 ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી અંતર્ગત તા.2જીથી ફોર્મ ભરાવવાની કામગીરી શરુ થતા ગ્રામ્યમાં રાજકીય ગરમાવો છવાયો છે. ત્યારે તાલુકાના નવા ઇસનપુર ગામના વિવિધ સમાજના અને બંને હરીફ્ પાર્ટીના રાજકીય આગેવાનો એક સાથે બેસીને ગ્રામ પંચાયતને સમરસ બનાવવાની તૈયારી બતાવી ગામ એકતાનું ઉદાહરણ પુરું પાડયું છે.


આ માટે બંને મુખ્ય રાજકીય પક્ષના ગ્રુપમાંથી એક એક ઉમેદવાર તૈયાર કરવામાં આવ્યો. ત્યારબાદ રાત્રે રામજી મંદિરના ચોકમાં સમગ્ર ગ્રામજનોની હાજરીમાં સરપંચ અને ઉપસરપંચ પદની ચિઠ્ઠી બનાવી 7 વર્ષની બાળકીએ પ્રથમ સરપંચ પદની ચીઠ્ઠી ખેંચી જેમાં લાભુબેન ધીરજભાઈ પરમારનું નામ આવ્યું જ્યારે બીજી ચિઠ્ઠી ઉપસરપંચ પદની ખેંચી જેમાં વસંતબેન પરસોતમભાઈ પરમારનું નામ આવતા બંને નામ જાહેર કરાયા હતા. આ ઉપરાંત સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ ગ્રામ પંચાયતના સભ્યો માટે પણ બિનહરીફ્ મહિલા સદસ્યોની વરણી પણ આગામી દિવસોમાં થઈ જશે. જેથી હવે આગામી દિવસોમાં ગ્રામ પંચાયતનું સુકાન મહિલાઓના હાથમાં સોંપાશે.


  • Follow us on: