થર્ટી ર્ફ્સ્ટ ડિસેમ્બરની ઉજવણીના નામે દારૂની રેલમછેલ કરવા બુટલેગરો અને પ્યાસીઓ અધિરા બન્યા છે ત્યારે મોરબી એલસીબી ટીમે હળવદ - મોરબી રોડ ઉપર કડીયાણા ગામ નજીક વોચ ગોઠવી રાજસ્થાનના ઠેકા ઉપરથી માટીની આડમાં મોરબી લાવવામાં આવી રહેલ દારૂ અને બિયર સાથે ટ્રક ચાલક અને ક્લીનરને ઝડપી લઈ મોરબીના બે શખ્સોના નામ ખોલાવવામાં સફ્ળતા મેળવી છે.
રાજસ્થાનથી માટીના પાવડરના જથ્થા નીચે દારૂ બિયરનો જથ્થો મોરબી લાવવામાં આવી રહ્યો હોવાની બાતમીને આધારે મોરબી એલસીબીએ હળવદ મોરબી રોડ ઉપર કડીયાણા ગામ નજીક આવેલ ખોડલ રામદેવ હોટલ પાસે વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન ટ્રકને અટકાવી તલાશી લેતા આરોપી ટ્રક ચાલક ચેતનસિંહ ભંવરસિંહ ચૌહાણ અને આરોપી ધરમસિંહ મહેન્દ્રસિંહ ચૌહાણ બન્ને રહે. રાજસ્થાન વાળાના કબજા વાળા ટ્રકમા માટીના પાવડરના જથ્થા નીચે છુપાવેલ અલગ અલગ બ્રાન્ડ ની વ્હીસ્કી, રમની 42 બોટલ કિંમ ત રૂપિયા 59,590 તેમજ બિયર ટીન કિંમત રૂપિયા 3624 મળી 63,214નો દારૂ - બિયર મળી આવતા 2 મોબાઈલ ફેન કિંમત રૂપિયા 10 હજાર, ટ્રક કિંમત રૂપિયા 10 લાખ તેમજ 26 ટન માટી કિંમત રૂપિયા 36,279 મળી રૂ.11,09,511ની કિંમત નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. વધુમાં બન્ને આરોપીઓની પૂછપરછમાં આરોપીઓએ કબૂલાત આપી હતી કે વિદેશી દારૂ અને બિયરનો આ જથ્થો મોરબીન 1 સતીશ ગઢિયા અને મહેન્દ્રભાઈ જા નામના વ્યક્તિએ મંગાવ્યો હોય આરોપીઓએ રાજસ્થાનના બ્યાવર ખાતે દારૂનો ઠેકો ધરાવતા આરોપી કુલદીપ ટાંકના ઠેકા ઉપરથી દારૂ - બિયરનો જથ્થો મેળવ્યો હતો. બનાવ અંગે એલસીબી ટીમે બન્ને ટ્રક ચાલકની અટકાયત કરી પાંચેય આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ગુનો દાખલ કરાયો હતો.










