• રેતી ભરેલાં ટ્રેક્ટરે અકસ્માત સર્જતાં ગ્રામજનો વીર્ફ્યા

  • નદીમાં ગેરકાયદેસર રેતી ચોરી કરી ત્રણ ટ્રેક્ટર હળવદના ટીકર ગામમાંથી પસાર થતા હતા
  • ટ્રેકટર ના ચાલકો ટ્રેક્ટર મૂકી નાસી છૂટયા હોય જેથી બનાવની જાણ પોલીસને કરી ત્રણેય ટ્રેક્ટર પોલીસને સોંપવામાં આવ્યા હતા.

હળવદ તાલુકાના ચાડધ્રા ગામના પાદરમાંથી પસાર થતી બ્રાહ્મણી નદીમાં ગેરકાયદેસર રેતી ચોરી કરી ત્રણ ટ્રેક્ટર હળવદના ટીકર ગામમાંથી પસાર થતા હતા ત્યારે ફૂલ સ્પીડે નીકળેલા એક ટ્રેક્ટર ચાલકે ગામમાં પડેલ ટ્રેક્ટરની ટ્રોલી સાથે અકસ્માત સર્જતા ગ્રામ જનો દ્વારા રેતી ભરેલા ત્રણેય ટ્રેક્ટરને અટકાવ્યા હતા જોકે ત્રણેય ટ્રેકટર ના ચાલકો ટ્રેક્ટર મૂકી નાસી છૂટયા હોય જેથી આ બનાવની જાણ પોલીસને કરી ત્રણેય ટ્રેક્ટર પોલીસને સોંપવામાં આવ્યા હતા.

બનાવની જાણવા મળતી વિગત મુજબ ચાડધ્રા થી ગેરકાયદેસર રેતી ભરી ટીકરમાંથી ફૂલ સ્પીડે ત્રણ ફેક્ટરો પસાર થતા હોય જેમ એક ટ્રેક્ટર ચાલકે ગામમાં પડેલ ટ્રેક્ટરની ટ્રોલી સાથે અકસ્માત સર્જતા ગ્રામજનો વિર્ફ્યા હતા અને ગેરકાયદેસર રેતી ભરેલા ત્રણેય ટ્રેક્ટરોને અટકાવી આ બનાવ ની જાણ હળવદ પોલીસને કરવામાં આવી હતી જેથી પોલીસ આવે તે પહેલા ત્રણેય ટ્રેક્ટર ચાલક ટ્રેક્ટરો મુકી ફરાર થઈ ગયા હતા.પોલીસ ટીકર ગામે દોડી જઈ ત્રણેય ટ્રેક્ટરને ઝડપી લઈ હળવદ પોલીસ મથકે લઈ આવી ખનીજ વિભાગને જાણ કરવામાં આવી હોવા નું જાણવા મળ્યું છે.


  • Follow us on: