હળવદ તાલુકાના દેવળીયા ગામની સીમમાં પંચમહાલ જિલ્લાનો શ્રામિક પરિવાર ખેતમજૂરી કામ કરી અહીંયા જ વસવાટ કરતો હતો ત્યારે આ આજ પરિવારના એક 23 વર્ષીય યુવાનના પિતાએ મોબાઈલ ફોનમાં પબજી ગેમ રમતા પુત્રને ઠપકો આપી ગેમ રમવાને બદલે ખેતીમાં ધ્યાન આપવાનું કહેતા યુવાન પુત્રએ ગળેફંસો ખાઈ આપઘાત કરી લેતા ખેત મજૂર પરિવારમાં અરેરાટી વ્યાપી જવા પામી છે.
બનાવ અંગે વધુમાં જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના નવાદેવળીયા ગામની સીમમાં રમેશભાઈ પટેલની વાડીમાં રહી ખેતમજૂરી કરતા મૂળ પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના વતની જયેશકુમાર અર્જુનભાઈ નાયક ઉ.23 નામનો યુવાન ખેત મજૂરી કરવાને બદલે મોબાઈલ ફોનમાં સતત પબજી ગેમ રમતો હોવાથી બુધવારે જમવા સમયે જયેશના પિતા અર્જુનભાઇ મનસુખભાઈ નાયકે ગેમરમવાને બદલે ખેતીના ધ્યાન આપવા ઠપકો આપતા જયેશને મનોમન લાગી આવતા વાડીની ઓરડીમાં ગળેફંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.










