• ડોલ્ફીન એન્ટરમેન્ટના નિલેશ જૈનની ધરપકડ
  • જતીન દોશી, નેહા દોશી અને તેજલ દોશીની ધરપકડ
  • નિલેશ જૈનને 10 મહિના અગાઉ બોટિંગનો કોન્ટ્રાકટ અપાયો

હરણી તળાવ દુર્ઘટનામાં વધુ 4ની ધરપકડ કરવામાં આવી છે. જેમાં ડોલ્ફીન એન્ટરમેન્ટના નિલેશ જૈનની ધરપકડ કરવામાં આવી છે. તેમજ જતીન દોશી, નેહા દોશી અને તેજલ દોશીની ધરપકડ કરાઇ છે. નિલેશ જૈનને 10 મહિના અગાઉ બોટિંગનો કોન્ટ્રાકટ અપાયો હતો.

અન્ય 3 આરોપીઓ કોટિયા પ્રોજેકટમાં ભાગીદાર હતા

[[$googlead]]

અન્ય 3 આરોપીઓ કોટિયા પ્રોજેકટમાં ભાગીદાર હતા. જેમાં હરણી દુર્ઘટનામાં કુલ 13 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. હજુ 6 આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસાઓ થઈ રહ્યા છે. આ દુર્ઘટનાને લઈને FSLની તપાસનો રિપોર્ટ પણ આવી ચૂક્યો છે. જેમાં લેક ઝોનનું સંચાલન કરનારાઓની ગંભીર બેદરકારી સામે આવી છે. વડોદરા હરણી લેક દુર્ઘટના મામલે FSL રિપોર્ટમાં થયેલા ખુલાસા મુજબ, ક્ષમતા કરતા વધુ બાળકો ભરવાના કારણે આ દુર્ઘટના ઘટી હતી. બોટ ઓવરલોડ હતી અને ક્ષમતા કરતા વધુ લોકોને તેમાં બેસાડવામાં આવ્યા હતા.

[[$alsoread]]

એક ટન વજનની ક્ષમતા ધરાવતી બોટનું વજન દોઢ ટન જેટલું થઈ ગયું

એક ટન વજનની ક્ષમતા ધરાવતી બોટનું વજન દોઢ ટન જેટલું થઈ ગયું હતું. નિયમ પ્રમાણે બોટના આગળના ભાગમાં કોઈને બેસાડવાના હોતા નથી. આવી જગ્યાએ 10 બાળકોને બેસાડી દીધા હતા. આગળના ભાગે બાળકો બેસાડ્યા હોવાથી ટર્ન લેતી વખતે બોટ પલટી મારી ગઈ હતી. બોટ બનાવનારી કંપનીએ પણ કહ્યું હતું કે, અમારી બનાવેલી બોટની ક્ષમતા માત્ર એક ટન વજનની હતી.

સ્કૂલે પોતાની ભૂલ સ્વીકારતા DEOએ કાર્યવાહી શરૂ કરી

ઉલ્લેખનીય છે કે વડોદરા હરણી લેક દુર્ઘટનામાં 12 બાળકો અને બે શિક્ષિકાઓ સહિત 14 લોકોના મોત નિપજ્યા હતા. આ મામલે 19 લોકો સામે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. સ્કૂલના સંચાલકોએ પણ પ્રવાસ માટે DEO પાસેથી કોઈ મંજૂરી લીધી ન હતી. જેને લઈને સ્કૂલે પોતાની ભૂલ સ્વીકારતા DEOએ કાર્યવાહી શરૂ કરી છે.

 

  • Follow us on: