- ગોપાલ શાહ કોટિયા મેનેજમેન્ટમાં પાર્ટનર હતો
- છુપાવેશે પોલીસે પહોંચી ગોપાલ શાહને પકડ્યો
- કુલ આરોપીઓના ધરપકડનો આંક 8 પર પહોંચ્યો
વડોદરાના હરણી તળાવ બોટ દુર્ઘટના મામલે વધુ એક આરોપી ગોપાલ શાહની ધરપકડ કરવામાં આવી છે. જેમાં છત્તીસગઢના રાયપુરથી આરોપીની ધરપકડ કરાઈ છે. તેમાં છુપાવેશે પોલીસે પહોંચી ગોપાલ શાહને ઝડપી પાડ્યો છે. ગોપાલ શાહ કોટિયા મેનેજમેન્ટમાં પાર્ટનર હતો. પકડાયેલ આરોપી ગોપાલ શાહ અને ફરાર આરોપી પરેશ શાહ બંને સાઢુભાઈ થાય છે. અત્યારસુધી પોલીસે આ કેસમાં 8 આરોપીઓની ધરપકડ કરી છે. હજુ આ કેસમાં 11 આરોપી ફરાર છે.
જાણો અત્યાર સુધીનું અપડેટ
કુલ આરોપીઓના ધરપકડનો આંક 8 પર પહોંચ્યો છે. જેમાં 19 પૈકી 11 આરોપીઓ હજુ પણ ફરાર છે. વડોદરાના હરણી તળાવમાં 12 બાળકો અને બે શિક્ષિકાના મૃત્યુ બાબતે હાઇકોર્ટે સુઓમોટો પિટિશન સ્વિકારી છે. હૃદય દ્રાવક ઘટના હોવાની કોર્ટ નોંધ લીધી છે. જે બાદ હાઇકોર્ટે ગૃહ સચિવને સમગ્ર મુદ્દાનો એક્શન ટેકન રિપોર્ટ રજૂ કરવા હુકમ કર્યો છે. તલસ્પર્શી તપાસ સાથેનો એક્શન ટેકન રિપોર્ટ 29 જાન્યુઆરી સુધીમાં રજૂ કરવા આદેશ આપ્યો છે. ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશન તરફથી આખા મામલાનું કોર્ટ સંજ્ઞાન લે તે માટે રજૂઆત થઈ હતી.
આરોપીઓને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવી
ગુરૂવારે વડોદરાના હરણી તળાવમાં સર્જાયેલી ભયંકર બોટ દુર્ઘટનાએ 14 જિંદગીનો ભોગ લીધો હતો. આ મુદ્દે યોજાયેલી પ્રેસ કોન્ફરસન્સમાં વડોદરાના પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતે ઘટનાના પગલે લેવાયેલા ત્વરિત પગલા અંગે જાણકારી આપી હતી. ગુરૂવારે બનેલી ગોઝારી કરૂણ ઘટનાના બાદ પોલીસે અત્યાર સુધીમાં 6 આરોપીની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરી છે. આ મામલે પોલીસ કમિશનરે પ્રેસ કોન્ફરન્સ યોજીને અનેક ખુલાસા કર્યા હતા. પોલીસ કમિશન અનુપમ ગહેલોતે જણાવ્યું કે, દુર્ઘટનામાં 12 બાળક, 2 શિક્ષકના મોત થયા છે. દુર્ઘટના બાદ તુરંત રેસ્ક્યૂ ઓપરેશન કરી અન્યોને બચાવાયા હતા. આરોપીઓને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવી છે.









