• અમદાવાદ મ્યુન્સિપલ કોર્પોરેશન દ્વારા 100 કર્મચારીઓને સફાઈ માટે મોકલાશે

  • કામ કર્યા વિના બિલો ઉપાડી 100 ટકા નાણાં ચાંઉ થતાં હોવાના ગંભીર આક્ષેપ કરાયાં
  • કર્મચારીઓને તાત્કાલીક સફાઈ માટે મોકલી અપાશે

ગાંધીનગર આર.સી.એમ કચેરીના ઉત્તર ગુજરાત ક્લાસવન ચીફ ઓફિસર દ્વારા હારીજ, ચાણસ્મા, રાધનપુર સહિતની નગર પાલિકાઓની બિપોરજોય વાવાઝોડાને લઈ આવેલ ભારે વરસાદના કારણે થયેલ ગંદકી દૂર કરવા માટે સરકારના આદેશ મુજબ મુલાકાત કરી હતી. જેમાં અમદાવાદ મ્યુન્સીપલ કોર્પોરેશન દ્વારા 100 જેટલા કર્મચારીઓને તાત્કાલીક સફાઈ માટે મોકલી અપાશે તેમ જણાવાયું હતું.

આ અંગે અધિકારી તીલકભાઈ શાસ્ત્રીએ સરકારની પ્રથમ પ્રાયોરીટી એ છે કે સૌથી પહેલા સ્વચ્છતાં અભિયાન હાથ ધરવા જણાવ્યું હતું. હારીજ નગરના અલગ અલગ વિસ્તારોના નાગરીકો તેમના પ્રશ્નોને લઈ ગાંધીનગરથી આવેલ અધિકારીને રજૂઆતો કરવામાં આવ્યા હતા. જેમાં હારીજ તરફથી જમણપુર તરફ જવાના માર્ગ પર આવેલ સોસાયટી નજીક નાળા નાખ્યા વગર બિલ ઉપાડી લેવામાં આવ્યું હતું. જેની માહીતી આરટીઆઈ દ્વારા માંગવામાં આવી હતી. જે સમયમર્યાદામાં નહીં આપતાં હોબાળો થયો હતો. આ અંગે એકાઉન્ટટ પાસેથી રજીસ્ટર ચેક કરશો કરવા જણાવાયું હતું. કામ કર્યા વિના બિલો ઉપાડી 100 ટકા ભ્રષ્ટ્રાચાર કરાઈ રહ્યો છે. હારીજ નગર પાલીકાનો કર્મચારી 2.50 લાખ રૂપિયા લઈને ચીફઓફિસર ના ધરે આપવા માટે ગયો હતો. જેના પુરાવા પણ અમારી પાસે છે. તેવા આક્ષેપો સાથે ઉગ્ર રજૂઆતો કરવામાં આવી હતી.


  • Follow us on: