હારીજ શહેરમા દિનપ્રતિ રસ્તે રખડતા દારૂડિયા જોવા મળી રહ્યા છે. અનેકવાર રજુઆતો કરવા છતા દારૂડીયાઓનો ત્રાસ યથાવત રહેતા પોલિસ પેટ્રોલિંગ પર સવાલો ઉઠવા પામ્યા છે.
હારીજ પંથકમા રસ્તે રખડતા દારૂડિયાઓં જાહેરમાં જોવા મળી રહ્યા છે અને જાહેર માર્ગ પર લવરી બકવાસ કરતા હોય છે જેને લીધે રાહદારી તેમજ ધંધાદારીઓને ભારે હાલાકી પડી રહી છે તેમજ મહિલાઓને પણ ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ જવું પડે છે. શનિવારે સવારે ખાખડી ત્રણ રસ્તા પાસે ચાની હોટલની બાજુ એક ઈસમ દારૂ પીધેલ હાલતમા જાહેરમા ભૂંડી ગાળો બોલતો હતો અને હોટલના માલિક દ્વારા ગાળો બોલવાની ના પડતા નશામા ધુત યુવાને વેપારીઓને ગાળો બોલી બબાલ કરવા લાગ્યો હતો અને લોકો એકત્રિત થયા હતા તો પણ દારૂડિયાને કંટ્રોલ કરવો મુશ્કેલ થયો હતો. આ બધું ચાલી રહ્યું હતું ત્યાં સુધી પોલીસ ફરકી પણ નહોતી.
