• 2022-23માં સવા ત્રણસોથી વધુ બેઠકો ઘટાડી
  • MSUના સત્તાધીશોએ આ વર્ષે કેમ બેઠક ઘટાડી
  • આ વર્ષે SC-ST કેટેગરીમાં  85 બેઠકો બાકી

શહેરની એમ.એસ.યુનિમાં MComની બેઠકોમાં વધારો ન થતાં 1,900 જેટલાં વિદ્યાર્થીઓ કેટલાંક દિવસથી એડમિશન માટે રઝળપાટ કરી રહયાં છે. છેલ્લાં બે વર્ષમાં M Comની બેઠકોમાં યુનિ. દ્વારા મનસ્વી રીતે વધ-ઘટ કરાઇ છે. એક વર્ષે બેઠક વધારી બીજા વર્ષે ઘટાડાના સમીકરણથી વિદ્યાર્થીઓના ભવિષ્ય પર લટકતી તલવાર છે.

આ વર્ષે SC-ST કેટેગરીમાં  85 બેઠકો બાકી

MSUમાં M.Comમાં એડમિશન માટે વિદ્યાર્થીઓ દ્વારા રજૂઆતો કરાયા બાદ પણ બેઠક વધારવામાં યુનિ.ને રસ નથી. આ વર્ષે જનરલ કેટેગરીમાં એકાઉન્ટિંગમાં 30% બેન્કિંગમાં 67.72%, CBMમાં 25.95%, ઇકોનોમિક્સમાં 61.97% કો-ઓપર્દેશનમાં 61.87% અને M.Com જનરલમાં 66.50% એડમિશન અટક્યું છે. આ પ્રમાણે SEBC કેટેગરીમાં ઉપરોક્ત વિષય મુજબ કટ ઓફ ટકાવારી 61.82%, 59.40%, 58.07%, 53.35, 54.02% અને 56.95% છે. શનિવારના આંકડા મુજબ M.Comની કુલ 1,379 પૈકી 1335 બેઠકો ભરાઇ છે. SC-ST કેટેગરીમાં જ માત્ર 85 બેઠકો બાકી છે.

MSUના સત્તાધીશોએ આ વર્ષે કેમ બેઠક ઘટાડી

બેઠકોની બબાલ વચ્ચે જાણવા મળ્યું છે કે વર્ષ 2018-19માં યુનિ.ની M.Com જનરલ સહિત 6 વિષય માટે કુલ 1,160 બેઠકો મંજૂર કરવામાં આવી હતી. તેમ છતાં વર્ષ 2021-22માં કુલ 6,760 બેઠકો કરવામાં આવી હતી. જેમાં ચાલુ વર્ષે લગભગ 335 બેઠકનો ઘટાડો કરવામાં આવ્યો છે. 2022-23માં M.Comની કુલ બેઠકો અંદાજે 1,425 છે. એક જ કોર્સમાં 480 બેઠકો વધારી તેના બીજા જ વર્ષે 335 બેઠકોનો ઘટાડો.