ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને ધમકી મળી. સોશિયલ મીડિયામાં ગેસ્ટ ફ્રોમ માર્સ એકાઉન્ટ પરથી ત્રણથી ચાર પોસ્ટ કરી હર્ષ સંઘવીને ધમકી અપાઈ. ગેસ્ટ ફ્રોમ માર્સ એકાઉન્ટમાં પોસ્ટ કરનાર શખ્સે હર્ષ સંઘવીને ધમકી આપવા સાથે આ પોસ્ટમાં પ્રવીણભાઈ, પીએમઓઇન્ડિયા, દ્વારકાટુડે, રાહુલગાંધી અને અસદ્ઓવૈસીને પણ ટેગ કરાયા છે. એક પોસ્ટમાં બાલાપુરના લોકોની સમસ્યાને લઈને વાત કરવામાં આવી છે જ્યારે અન્ય એક પોસ્ટમાં બાળકો કેવી સમસ્યાનો સામનો કરી રહ્યા છે તે જાણવા હર્ષ સંઘવીને બાલાપુરની સરકારી શાળાની મુલાકાત લેવા જણાવ્યું છે.


[[$googlead]]

ડિમોલિશન મુદ્દે ધમકી મળી

રાજ્યના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીને બેટ દ્વારકામાં થઈ રહેલા ડિમોલિશન મુદ્દે ધમકી મળી. અજાણ્યા શખ્સ દ્વારા ગેસ્ટ ફ્રોમ માર્કસ એકાઉન્ટમાંથી પોસ્ટ કરી હર્ષ સંઘવી પર નિશાન તાકવામાં આવ્યું. હર્ષ સંઘવીને સોશિયલ મીડિયા થકી મળેલ ધમકીને લઈને પોલીસે તપાસ હાથ ધરી. 

[[$alsoread]]

155 ગેરકાયદે દબાણો કરાયા દૂર

દ્વારકામાં ગેરકાયદે બાંધકામ પર મોટાપાયે ડિમોલિશનની કામગીરી થઈ રહી છે. પવિત્ર યાત્રાધામ બેટ દ્વારકા ખાતે ચાલતા મેગા ડિમોલેશન 2.0 નો બીજો દિવસ પૂર્ણ થયો. ઓખા ગામે ગેરકાયદે ધાર્મિક સ્થળની ડિમોલિશન કામગીરી થઈ રહી છે. દ્વારકાના ઓખામાં રહેણાંક મકાનો સહિત ધાર્મિક સ્થાનો પર પણ બુલડોઝર ફરી વળ્યું. 2 દિવસમાં અંદાજે 155 ગેરકાયદે દબાણો દૂર કરાતા કરોડોની કિમંતની સરકારી જમીન ખુલ્લી કરાઈ.

પોલીસ બંદોબસ્ત હેઠળ ડિમોલેશનની કામગીરી

બેટ દ્વારકાના બાલાપર ગામે ગેરકાયદેસર દબાણ થયેલ 36900 ચો.મી જમીન બીજા દિવસે ખૂલ્લી કરવામાં આવી.બે દિવસમાં 155 રહેણાંક મકાન તેમજ 1 ધાર્મિક સ્થળ સહિતના ગેર કાયદેસર બાંધકામ તોડવામાં આવ્યા. બે દિવસમાં ખુલ્લી કરવામાં આવેલ જમીનની અંદાજિત કિંમત 196572000 (ઓગણીસ કરોડ પાંસઠ લાખ બોતેર હજાર રૂપિયા) માનવામાં આવી રહી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નીતેશ પાંડેની હાજરીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો.પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ધાર્મિક સ્થળની ડિમોલિશનની કામગીરી થઈ રહી છે.

સતત ત્રીજા દિવસે મેગા ડિમોલેશન

બેટ દ્વારકા ખાતે મેગા ડિમોલેશનમાં આજે સતત ત્રીજા દીવસે પણ બૂલડોઝર એકશનમાં છે. દ્વારકામાં સતત ત્રીજા દિવસે ગેરકાયદે બાંધકામો પર દાદાનું બુલડોઝર ફરી રહ્યું છે.તંત્ર દ્વારા ગેરકાયદે દબાણો દૂર કરાતા કેટલાક શખ્સ દ્વારા નારાજગી દર્શાવવામાં આવી. સોશિયલ મીડિયા પોસ્ટ થકી એક શખ્સે ડિમોલિશનની કામગીરી મામલે રાજ્યના ગૃહમંત્રીને નિશાન બનાવતા ધમકી આપી. અજાણ્યા શખ્સ દ્વારા ગેસ્ટ ફ્રોમ માર્કસ એકાઉન્ટમાંથી પોસ્ટ કરી હર્ષ સંઘવી પર નિશાન તાકવામાં આવ્યું.દ્વારકા તાલુકાના ઓખા ગામે આવેલ એક મસ્જિદનું હાલમાં ડિમોલિશન થઈ રહ્યું છે. ત્યારે રોષે ભરાયેલા એક શખ્સ દ્વારા ગૃહમંત્રી હર્ષ સંઘવીને બેટ દ્વારકામાં થઈ રહેલા ડિમોલિશન મુદ્દે ધમકી મળતા પોલીસે તપાસ હાથ ધરી. 

  • Follow us on: