વિધાનસભા ગૃહમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સીસીટીવીને લઈ નિવેદન આપ્યું છે,હર્ષ સંઘવીએ કહ્યું કે,50 હજાર હેક થયેલા સીસીટીવી કેસમાં પોલીસને સફળતા મળી છે.CCTV હેક કરીને ગુના આચરતી ગેંગને અમદાવાદ સાયબર ક્રાઈમે ઝડપી પાડી છે તે બદલ ગુજરાત પોલીસ અને સાયબર ક્રાઈમને સલામ છે.


હર્ષ સંઘવીએ ગૃહમાં સીસીટીવીને લઈ આપ્યો જવાબ

તાજેતરમાં જ રાજકોટની ખાનગી મેટરનીટી હોમમાં મહિલા દર્દીઓની સારવારના CCTV ફૂટેજના વીડિયો વાયરલ થવાની ઘટના બની હતી. ગુજરાત વિધાનસભા ગૃહમાં આ સંદર્ભે જાહેર અગત્યની બાબત પર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જવાબ આપતા જણાવ્યું કે, હેકર્સ દેશવ્યાપી ષડયંત્ર કરે તે પહેલા જ ગુજરાત પોલીસે આ રેકેટના મુખ્ય સૂત્રધારને પકડીને આ ષડયંત્રનો પર્દાફાશ કર્યો.મહિલા દર્દીઓની સારવારના CCTV વીડિયો વાયરલ થવાની ઘટના બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ CCTV ફૂટેજને પોતાના ઘરોમાં, ઓફિસમાં કેવી રીતે સુરક્ષિત રાખવા, સાયબર એક્સપર્ટ પાસે તેનું ઓડિટ કરાવવું વગેરે બાબતોનું ધ્યાન રાખી કેવી રીતે મહિલાઓની સુરક્ષા અટકાવી શકાય છે તેના પર ગૃહમાં જવાબ આપ્યો હતો.

હર્ષ સંઘવીએ કહ્યું યુનિક પાસવર્ડ રાખો

વધુમાં હર્ષ સંઘવીએ કહ્યું કે, મજબૂત અને યુનિક પાસવર્ડ રાખવો જોઈએ. ટુ ફેક્ટર ઓથેન્ટિફિકેશન આવે તેને ઈનેબલ કરવાથી તમે જરૂર સુરક્ષિત રહી શકશો. રિમોટ એક્સેસ જરૂર હોય તો VPNનો ઉપયોગ કરવો. વીડિયો રેકોર્ડર કે ડીવીઆર લોક કરેલા સ્થાને રાખવા જેથી અનધિકૃત એક્સેસ રોકી શકાય. હાર્ડવેર અને સોફ્ટવેર માટે ફાયરવોલનો ઉપયોગ કરવો.

  • Follow us on: