- ગોપાલ ઇટાલિયાએ હર્ષ સંઘવીને ‘ડ્રગ સંઘવી’ કહ્યા હતા
- ડ્રગ્સને લઈ રાજનીતિ ન કરવી જોઈએ: હર્ષ સંઘવી
- જેવા વિચારો એવી એની વાણી : હર્ષ સંઘવી
આજરોજ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પોતાના શહેર સુરતમાં છે. આજરોજ તેમણે સુરતના પાર્લે પોઈન્ટ વિસ્તારમાં ગણપતિના દર્શન પણ કર્યા હતા. ગૃહરાજ્યમંત્રીએ આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલીયા ઉપર ડ્રગ્સને લઈને આકરા પ્રહારો કર્યા હતા. અગાઉ ગોપાલ ઈટાલીયા દ્વારા હર્ષ સંઘવીના નામને ડ્રગ્સ સાથે જોડીને ટીપ્પણી કરવામાં આવી હતી. જેના જવાબમાં આજરોજ હર્ષ સંઘવીએ ગોપાલ ઈટાલીયા ઉપર આકરા પ્રહારો કર્યા હતા.
હર્ષ સંઘવીએ ગોપાલ ઈટાલીયા ઉપર ડ્રગ્સ મુદ્દે આકરા પ્રહારો કર્યા હતા. અગાઉ ગોપાલ ઈટાલીયાએ હર્ષ સંઘવીને ડ્રગ સંઘવી કહ્યા હતા. તેના જવાબ સ્વરૂપે હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, હર્ષ સંઘવી એ ડ્રગ્સ પકડનાર વ્યક્તિ છે. હવે દેશભરમાં ડ્રગ્સનું નેટવર્ક તૂટ્યું છે. ડ્રગ્સને લઈ રાજનીતિ ન કરવી જોઈએ. ગુજરાત પોલીસે અનેક યુવાનોનું ભવિષ્ય બચાવ્યું છે. રાજ્યમાં 11 મહિનામાં દેશમાં ડ્રગ્સના કેસમાં 600થી વધુની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત ગૃહમંત્રીએ ગોપાલ ઈટાલીયા ઉપર પ્રહાર કરતા કહ્યું હતું કે, જેના જેવા વિચારો એવી એની વાણી. પંજાબમાં કોની સરકાર છે? ડ્રગ ક્યાં વધુ વેચાય છે? એ આખું દેશ જાણે છે અને એજ પાર્ટીના લોકો ગુજરાતને બદનામ કરવાનું બંધ કરે.
