રાહુલ ગાંધી આજે ગુજરાતની મુલાકાતે આવ્યા છે. ત્યારે રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ મુદ્દે હર્ષ સંઘવીનું એક નિવેદન સામે આવ્યું છે. હર્ષ સંઘવી દ્વારા જણાવવામાં આવ્યું કે, આ રાહુલ ગાંધીની રાજનીતિક યાત્રા છે અને આ બાબતે તેઓ કોઈ પણ કોમેન્ટ કરવા માંગતા નથી. થોડા સમય પહેલા જ ભાજપ અને કોંગ્રેસનાં કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. ત્યારે આ ઘર્ષણમાં ઘણા કોંગ્રેસના નેતાઓની અટકાયત કરવામાં આવી હતી.
રાહુલ ગાંધીનાં ગુજરાત પ્રવાસને લઈને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓમાં રોષ જોવા મળ્યો હતો.ત્યારે રાહુલ ગાંધીની અમદાવાદ મુલાકાતને લઈને રોષ જોવા મળી રહ્યો છે. જેને લઈને પાલડીમાં VHP કાર્યાલય બહાર વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો હતો. જેમાં રાહુલ ગાંધી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો.









