વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વખત ગુજરાત પ્રવાસે છે. PM મોદીના પ્રવાસને લઈને સુરક્ષાને લઈને તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. PM મોદીના ગુજરાત પ્રવાસને લઇ હર્ષ સંઘવીનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. વડાપ્રધાનની સુરક્ષાને લઈને ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે આગામી ગુજરાત પ્રવાસમાં PM મોદીની સુરક્ષાની તમામ જવાબદારી મહિલા પોલીસ નિભાવશે. અને ADGP નીપૂર્ણા તોરવણે દ્વારા પીએમ મોદીની સુરક્ષાનું મોનીટરિંગ કરવામાં આવશે.


[[$googlead]]

પીએમ મોદીની સુરક્ષાને લઈને ચુસ્ત બંદોબસ્ત

ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે ગુજરાત પોલીસ દ્વારા વડાપ્રધાનની સુરક્ષાને લઈને નવતર પ્રયાસ કરવામાં આવ્યો છે. દેશના ઇતિહાસમાં પહેલી વખત મહિલા પોલીસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં તૈનાત કરાશે. ગુજરાત પ્રવાસ દરમિયાન વડાપ્રધાનની સુરક્ષામાં નિરીક્ષણથી લઈને લો એન્ડ ઓર્ડર સુધી મહિલા પોલીસ તૈનાત રહેશે. આ સુરક્ષામાં 1 મહિલા IGP અને 1 adgp મહિલા અધિકારી સુરક્ષામાં તૈનાત રહેશે. તેમજ 16 DySP, 5 SP બંદોબસ્તમાં રહેશે. આ ઉપરાંત 61 PI, 145 PSI સહિત કુલ 4145 કોન્સ્ટેબલ બંદોબસ્તમાં રહેશે. આંતર રાષ્ટ્રીય મહિલા દિનના દિવસે નવસારી વાંસી બોરસી ખાતે પીએમ મોદીના અધ્યક્ષ સ્થાને લખપતિ દીદી કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં 1.5 લાખ કરતા વધુ મહિલાઓ કાર્યક્રમમાં જોડાશે.

[[$alsoread]]

મહિલા દિવસની ઉજવણી

મહત્વનું છે કે 8મી માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની દેશ સહિત દુનિયામાં ઉજવણી થશે. ગુજરાત તેમજ અન્ય સ્થાનો પર સરકાર દ્વારા મહિલા દિવસ પર વિવિધ કાર્યક્રમોનું આયોજન હાથ ધરાયું છે. આ દિવસે મહારાષ્ટ્રમાં ખાસ યોજના હેઠળ લાભાર્થી મહિલાઓને ફંડ આપવામાં આવશે. જ્યારે લોકો દ્વારા પણ આ દિવસે પોતાના પરીવારની મહિલાઓને વિશેષ ગિફ્ટ આપી અથવા ખાસ રીતે ઉજવણી કરી પ્રેમ અને સન્માન વ્યક્ત કરવામાં આવે છે. પીએમ મોદી આવતીકાલથી બે દિવસીય પ્રવાસ પર છે ત્યારે મહિલા પોલીસ અધિકારીઓ દ્વારા સુરક્ષાને લઈને ચુસ્ત બંદોબસ્ત કરાતા આ પ્રવાસ વિશેષ રીતે યાદગાર રહેશે.

  • Follow us on: