• ભાજપ, કોંગ્રેસ સહિતના ચાર ઉમેદવારોએ પિટિશન કરી

  • વિજેતા ઉમેદવારના ફોર્મમાં ક્ષતિ છતાં રિટર્નિંગ ઓફિસરે સ્વીકાર્યાં
  • રિપ્રેઝન્ટેશન ઓફ ધ પીપલ એક્ટ-1951 હેઠળ અરજી કરવામાં આવી

ગુજરાત વિધાનસભાની ચુંટણીના પરિણામો ડિસેમ્બર-2022માં જાહેર થઈ ચુક્યા છે. જેમાં ટંકારા વિધાનસભા બેઠક પરથી હારેલા કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરા, વિસાવદર વિધાનસબા બેઠક પરથી હારેલા ભાજપના હર્ષદ રીબડિયા, રાધનપુર બેઠક પરથી હારેલા કોંગ્રેસના રઘુ મેરાજ દેસાઈ અને ડેડિયાપાડા બેઠક પરથી હારેલા ભાજપના ઉમેદવાર હિતેષ વસાવાએ હાઈકોર્ટમાં ઈતક્શન પિટિશન ફાઈલ કરેલી છે. આ અરજી પરની સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાશે.

આ તમામ અરજદારોએ રિપ્રેઝન્ટેશન ઓફ ધ પીપલ એક્ટ-1951 હેઠળ અરજી કરેલી છે. આ અરજીમાં અરજદારોએ રિટર્નિંગ ઓફિસર સહિત ચુંટણી પંચને પક્ષકાર બનાવેલા છે. લલિત કગથરાએ તેની અરજીમાં જણાવ્યું છે કે ટંકારા બેઠક પરથી વિજેતા ઉમેદવારના ફોર્મ સાથે જોડાયેલા સોગંદનામામાં અનેક ભૂલો હતી, તેના શિક્ષણ અંગે કોઈ સ્પષ્ટતા કરેલી નથી, તેમની મિલકત અંગે યોગ્ય માહિતી આપી નથી, તેની પાસે કાર હોવા છતાં તે દર્શાવી નથી, તેના ફોર્મમાં અનેક ખાના બાકી હતા. આ પ્રકારની અનેક ભુલો હોવા છતાં, રિટર્નિંગ ઓફિસરે તેના ફોર્મને રદ કર્યુ ન હતુ. આ અંગે રિટર્નિંગ ઓફિસરને રજૂઆત પણ કરાયેલી હતી. હર્ષદ રીબડિયાએ અરજીમાં રજૂઆત કરેલી છે કે વિજેતા ઉમેદવારે તેમની સામેના ભ્રષ્ટાચાર અને ઉચાપતના કેસમાં થયેલી કામગીરીને છુપાવી છે, દિકરાઓના કારખાનાની વિગતો દર્શાવી નથી.


  • Follow us on: