રાજકોટના કાલાવડ રોડ પર TRP ગેમ ઝોનમાં આગ લાગતા 27 લોકો બળીને ભડથું થઈ ગયા હતા ત્યારે હજુ સુધી પીડિતોને ન્યાય મળ્યો છે કે નહીં એ પણ એક સવાલ છે. TRP અગ્નિકાંડના પીડિતોને ન્યાય માટે કોંગ્રેસ મેદાન આવી છે. રોજકોટમાં કોંગ્રેસ દ્વારા 5 દિવસ સુધી વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. ત્રિકોણબાગ ચોકથી કોંગ્રેસ મનપા સુધી કોંગ્રેસની રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.


[[$googlead]]

TRP અગ્નિકાંડની ઘટનાને ચાલુ સપ્તાહે વર્ષ પૂર્ણ થશે

TRP અગ્નિકાંડના પીડિતોને હજુ સુધી સંપૂર્ણ ન્યાય નથી મળ્યો તેવું કહી કોંગ્રેસે ફરી મુદ્દો ઉઠાવ્યો છે. રાજકોટમાં કોંગ્રેસ દ્વારા સતત 5 દિવસ સુધી વિરોધ પ્રદર્શન કરાવામાં આવશે. TRP અગ્નિકાંડની ઘટનાને ચાલુ સપ્તાહે વર્ષ પૂર્ણ થશે ત્યારે પીડિતોને ન્યાય નહીં મળ્યાનો હોવાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો છે. કોંગ્રેસે કહ્યું હતું કે, TRP અગ્નિકાંડમાં જવાબદારોને સજા થશો તો જ અમારો ન્યાય ગણાશે. કોંગ્રેસ ધરણા કરી મ્યુનિ.અધિકારીઓનો ઘેરાવ કરીને ઉપવાસ સહિતના કાર્યક્રમ યોજી ન્યાયની માંગણી કરી છે.

[[$alsoread]]

TRP અગ્નિકાંડના બેનર સાથે કોંગ્રેસ દ્વારા વિરોધ

TRP અગ્નિકાંડની દુર્ઘટનાના એક વર્ષ બાદ પણ પદાધિકારીઓ સામે કોઈ પગલાં નથી લેવામાં આવ્યા ત્યારે કોંગ્રેસે ઓંદોલનનું શસ્ત્ર ઉગામ્યું છે. કોંગ્રેસે RMCની જનરલ બોર્ડમાં TRP અગ્નિકાંડનો મુદ્દો ઉઠ્યો છે. TRP અગ્નિકાંડના બેનર સાથે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. વશરામ સાગડિયા સહિત કોંગ્રેસ નેતાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. પીડિતોને હજુ સુધી સંપૂર્ણ ન્યાય નથી મળી રહ્યો.


  • Follow us on: