કડી, મહેસાણા ખાતે અન્ય એક પેઢી ધરતી ઈન્ડસ્ટ્રીમાંથી શંકાસ્પદ કપાસીયા તેલ નો જથ્થો પકડાયો છે,આ બે અલગ-અલગ સ્થળેથી અનુક્રમે પનીર અને કપાસીયા તેલનો આશરે કુલ ૨૩૦૦ કિ.ગ્રા. અને ૧૬૦૦ કિ.ગ્રા કે જેની અંદાજીત કિંમત અનુક્રમે આશરે ૫.૫ લાખ તથા ૨.૩૦ લાખ થાય છે તે જપ્ત કરવામાં આવેલ છે.


[[$googlead]]

હોટલોમાં સસ્તા ભાવે વેચતા પનીર

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, મહેસાણા દ્વારા નરસિંહપુરા, તા. કડી ખાતે,રેડ દરમિયાન ઉત્પાદક પેઢી મે. કેશવી ફુડ પ્રોડક્ટસ પેઢીમાં તપાસ દરમિયાન ફુડ પરવાનો મેળવ્યા વગર એડીબલ વેજીટેબલ ફેટનો ઉપયોગ કરીને પનીરનુ ઉત્પાદન કરતા હોવાનુ સ્થળ પર જણાઈ આવેલ. ઉપરોક્ત પેઢીમાં ભેળસેળની પ્રબળ શંકાને આધારે પનીરનો નમુનો લેવામાં આવેલ અને પનીરનો બાકીનો ૨૩૦૦ કિ.ગ્રા જથ્થો કે જેની અંદાજીત કિંમત રૂ. ૫.૫ લાખ થાય છે જે વિશાળ જન-આરોગ્યના હિત માં જપ્ત કરવામાં આવેલ છે. ઉક્ત પનીર નો શંકાસ્પદ જથ્થો ઝમઝમ રેસ્ટોરન્ટ, વિરમગામ; હોટલ સહયોગ, વિરમગામ;મુસાફિર રેસ્ટોરન્ટ, કલોલ;આઈ ખોડલ ઢાબા, છત્રાલ; હોટલ અમીરસ, છત્રાલ અને હોટલ સત્કાર, છત્રાલ જેવી અમદાવાદ આસપાસની હોટેલો માં આશરે રુ. ૨૪૦ પ્રતિ કિગ્રાના દરે વેચાતો હતો.

[[$alsoread]]

લોકોના સ્વાસ્થય સાથે કરતા ચેડા

કડી તાલુકામાં અન્ય એક પેઢી મે. ધરતી ઈંડસ્ટ્રીઝ, મુ. તા. કડી જી. મહેસાણા ખાતે તેલમાં ભેળસેળની બાતમીના આધારે તપાસ હાથ ધરવામાં આવેલ હતી. તપાસ દરમિયાન સ્થળ પર કપાસીયા તેલમાં ભેળસેળની પ્રબળ શંકાના આધારે કપાસીયા તેલનો નમુનો લઈ ૧૬૦૦ કિ.ગ્રા જથ્થો કે જેની અંદાજીત કિંમત રૂ. ૨.૩૦ લાખ થાય છે જે વિશાળ જન-આરોગ્યના હિત માં જપ્ત કરવામાં આવેલ છે.આ ખાદ્ય પદાર્થો પ્રાથમિક દ્રષ્ટિએ બિન-આરોગ્યપ્રદ હોઈ તેમનો પૃથકકરણ અહેવાલ આવ્યા બાદ નિયમોનુસારની આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, દ્વારા કરવામાં આવેલ દરોડાથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર ગુના હીત પ્રવૃતિમાં સંડોવાયેલા ભેળસેળિયા તથા ડુપ્લીકેટ વસ્તુનો વેપાર ઇસમોમાં ફફડાટ ફેલાઇ ગયેલ છે.


  • Follow us on: