• અગાઉના હુકમને ધ્યાને રાખે કેજરીવાલની અરજી
  • ડિગ્રી વિવાદ મુદ્દે એડવોકેટ તુષાર મહેતા જવાબ રજૂ કરશે
  • અગાઉ કોર્ટે ડિગ્રી વિવાદની અરજી ફગાવી હતી

દિલ્હી CM અરવિંદ કેજરીવાલની અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી થશે. અરવિંદ કેજરીવાલે હાઈકોર્ટમાં રિવ્યુ પિટિશન કરી છે. અગાઉના હુકમને ધ્યાને રાખે કેજરીવાલની અરજી છે. ડિગ્રી વિવાદ મુદ્દે એડવોકેટ તુષાર મહેતા જવાબ રજૂ કરશે. અગાઉ કોર્ટે ડિગ્રી વિવાદની અરજી ફગાવી હતી.

HCમાં અરવિંદ કેજરીવાલે રીવ્યું પિટિશન કરી છે

[[$googlead]]

દિલ્હી CM અરવિંદ કેજરીવાલની અરજી પર ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થશે. જેમાં HCમાં અરવિંદ કેજરીવાલે રીવ્યું પિટિશન કરી છે. અગાઉ આપેલા હુકમને આધાર રાખી કેજરીવાલએ અરજી કરી છે. PM નરેન્દ્ર મોદીના ડિગ્રી વિવાદ મુદ્દે કેજરીવાલની અરજી છે. અગાઉ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રીની લઇને કરવામાં આવેલા નિવેદન અંગે ગુજરાત યુનિવર્સિટી દ્વારા બદનક્ષીનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસમાં મેટ્રોપોલીટન કોર્ટ સમક્ષ હાજર રહેવાથી બચવા માટે અરવિંદ કેજરીવાલ અને આપ નેતા સંજયસિંહ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં સ્ટે અંગેની અરજી કરવામાં આવી હતી. જેની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં હાઇકોર્ટે સ્ટે આપવાનો ઇન્કાર કર્યો હતો.

[[$alsoread]]

કોર્ટ સમક્ષ હાજર થવામાંથી બચવા માટે ગુજરાત હાઇકોર્ટનું શરણું લીધું

બદનક્ષી કેસમાં આપના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને આપના નેતા સંજયસિંહે મેટ્રોપોલીટન કોર્ટ સમક્ષ હાજર થવામાંથી બચવા માટે ગુજરાત હાઇકોર્ટનું શરણું લીધું છે. મેટ્રો કોર્ટ દ્વારા જારી સમન્સને પડકારતી રિવીઝન અરજી સેશન્સ કોર્ટે ફગાવતાં હવે AAPના આ બંને નેતાઓએ હાઇકોર્ટમાં રિટ અરજી કરી તાત્કાલિક સુનાવણીની માંગ કરી હતી.


  • Follow us on: