• ચાર દિવસ સુધી વિદ્યાર્થીઓની સુનવણી થશે
  • સજા નક્કી કરવા UFM કમિટીની રચના કરી
  • ગેરરીતીના આધારે સજા નક્કી કરવામા આવશે

યુનિવર્સિટીની પરિક્ષામાં ગેરરીતી કરનાર વિદ્યાર્થીઓને રૂબરૂમા સુનવણી કરવામા આવતી હોય છે અને ત્યારબાદ તેમની સામે શિક્ષાત્મક પગલા લેવામા આવતા હોય છે ત્યારે રાજ્યની સૌથી મોટી ટેકનોલોજીકલ યુનિવર્સિટી ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી (GTU)ની પરિક્ષામાં ગેરરીતી કરનાર 459 વિદ્યાર્થીઓની સુનવણી હાથ ધરવામા આવી છે.

સજા નક્કી કરવા UFM કમિટીની રચના

[[$googlead]]

GTU દ્વારા વિવિધ વિદ્યાશાખાની પરિક્ષા લેવામા આવી હતી. જેમાં તમામ કેન્દ્રો પર CCTVથી બાજ નજર રાખવામા આવતી હોય છે. ગેરરીતી કરતા ઝડપાયેલા વિદ્યાર્થીઓને સજા કરવામાં આવે છે જેની સુનવણી હાથ ધરવામા આવી છે. આ પ્રક્રિયા માટે GTUએ UFM કમિટીની રચના કરી છે.

[[$alsoread]]

વિદ્યાર્થીઓ પોતાનો પક્ષ રાખશે

આગામી ચાર દિવસ સુધી વિદ્યાર્થીઓની સુનવણીની કામગીરી થશે. પરિક્ષામાં ગેરરિતી કરતા ઝડપાયેલ આશરે 459 વિદ્યાર્થીઓને રૂબરૂમાં બોલાવવામા આવ્યા છે. જેમાં વિદ્યાર્થીઓ પોતાનો પક્ષ રાખશે. ગેરરીતી કરતા વિદ્યાર્થીઓની તેમની ગેરરીતીના આઘાર પર સજા નક્કી કરવામા આવશે. સજામાં એક પેપરથી લઇને એક સેમેસ્ટર અને એક વર્ષ સુધીની સજા સંભળાવવામાં આવી શકે છે.

  • Follow us on: